આમિરથી લઈને સચિન સુધીના સેલિબ્રિટિઓ બોલાવવા છતા નથી આવ્યા કપિલના શોમાં

કપિલ શર્માનો કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ બોલિવૂડ ફિલ્મોના પ્રમોશન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયો છે. સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર સુધી, બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે આ શોમાં પોતાની ફિલ્મોનું પ્રમોશન કર્યું છે.

પરંતુ એવા પણ ઘણા નામ છે, જેઓ અત્યાર સુધી કપિલના કોઈપણ શો (‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ’ અને ‘ધ કપિલ શર્મા શો’)માં જોવા મળ્યા નથી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ સ્ટાર હજુ કપિલના શોમાં આવ્યા નથી.

આમિર ખાન:
કપિલ 2013 થી ટીવી પર કોમેડી શો હોસ્ટ કરી રહ્યો છે. ત્યારથી, આમિરની ‘દંગલ’ (2016), ‘PK’ (2014) અને ‘ધૂમ 3’ (2013), ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ (2018) જેવી ફિલ્મો રિલીઝ થઈ છે. પરંતુ તે એક પણ ફિલ્મના પ્રમોશન માટે કપિલના શોમાં પહોંચ્યો નથી. આમિરને ઘણી વખત શોમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ દરેક વખતે તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે તે કોઈપણ શોમાં તેની ફિલ્મોનું પ્રમોશન નહીં કરે.

રજનીકાંત:
સુપરસ્ટાર રજનીકાંતને પણ આ શોમાં ગેસ્ટ બનવા માટે ઘણી વખત આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે ક્યારેય શોનો ભાગ બનવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. રજનીકાંત તાજેતરમાં જ ફિલ્મ અન્નાથેમાં જોવા મળ્યા હતા.

લતા મંગેશકર:
કપિલ શર્મા સ્વરકોકિલા લતા મંગેશકરનો મોટો ફેન છે. કપિલે તેને ઘણી વખત શોમાં બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે તે નિષ્ફળ રહ્યો. લતાજીએ દર વખતે તેમની ઓફર ઠુકરાવી દીધી.

મહેન્દ્ર સિંહ ધોની:
કપિલ શર્માના શોમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ ભાગ લીધો છે પરંતુ અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોની આ શોમાં જોવા મળ્યો નથી. વાસ્તવમાં, કપિલે ઘણી વખત માહીને શોમાં આમંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે દરેક વખતે વ્યસ્ત શેડ્યૂલને કારણે ઓફર ઠુકરાવી દીધી હતી.

સચિન તેંડુલકર:
વ્યસ્ત શિડ્યુલને કારણે સચિન પણ ક્યારેય આ શોમાં ગેસ્ટ તરીકે નથી પહોંચ્યો. તેની પત્ની અંજલિને પણ નવજોત સિંહ સિદ્ધુએ શોમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તે આવી ન હતી.

YC