આ લોકો ના કરો શ્રાવણ સોમવાર કે શ્રાવણ મહિનો, ના રહો ભૂખ્યા નહિ તો થઇ શકે છે સ્વાસ્થ્યને નુકશાન

આ લોકોએ શ્રાવણમાં ભૂખ્યા રહી ના કરવો જોઇએ ઉપવાસ, સ્વાસ્થ્ય માટે બની શકે છે હાનિકારક

These People Should Avoid Fast : પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે વ્રત રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવના ભક્તો સોમવારનું વ્રત રાખે છે અને વિધિ-વિધાનથી તેમની પૂજા પણ કરે છે. જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે, પરંતુ કેટલાક લોકોએ ઉપવાસ કરવાથી દૂર રહેવું જોઈએ. વાસ્તવમાં, કેટલાક લોકોને ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોણે ઉપવાસ કરવાથી બચવું જોઈએ ?
વડીલોએ વ્રત ન રાખવુંઃ ઘરના વડીલોએ ઉપવાસ ન કરવો જોઇએ, કારણ કે વધતી ઉંમર સાથે શરીર નબળું પડતું જાય છે અને આવી સ્થિતિમાં વૃદ્ધ લોકોએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ.

બીમારીથી પીડિત લોકોએ ઉપવાસ ન કરવો જોઈએઃ ચોમાસું આવતાની સાથે જ ગળામાં દુખાવો, તાવ જેવી અનેક વાયરલ બીમારીઓ લોકોને પોતાનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં બીમારીથી પીડિત વ્યક્તિએ શ્રાવણના ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ.

સગર્ભા સ્ત્રીઓએ ઉપવાસ ન રાખવા જોઈએઃ સગર્ભા સ્ત્રીઓએ શ્રાવણ મહિનાના ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ. આ બાળકના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. જો કે, સગર્ભા સ્ત્રીઓ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરી શકે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ ના રહેવું જોઇએ ભૂખ્યા: બ્લડ પ્રેસરના દર્દીઓએ ઉપવાસ કરતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ઉપવાસ દરમિયાન લાંબા સમય સુધી કંઈપણ ખાતું કે પીતું નથી, તો તેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તેના કારણે વ્યક્તિનું બ્લડ પ્રેશરનું સ્તર બગડી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે જો તમે શ્રાવણના ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમને ડાયાબિટીસ છે, તો સારું રહેશે કે તમે ઉપવાસ કરવાનું ટાળો. ખાસ કરીને જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ દરમિયાન ઈન્સ્યુલિન લેવું પડે તો ઉપવાસ ન રાખવો. એ તો બધાને ખબર જ છે કે જો ડાયાબિટીસના દર્દીઓ સમયસર ભોજન ન કરે અથવા મોડા ભોજન ન લે તો તે તેમનું બ્લડ શુગર લેવલ બગડી શકે છે.

હૃદયના દર્દીઓને: જો કોઈ વ્યક્તિએ તાજેતરમાં હૃદયની સર્જરી કરાવી હોય અથવા તેને હૃદય સંબંધિત કોઈ બીમારી હોય અને તે દવા લઈ રહ્યો હોય, તો આ સ્થિતિમાં ઉપવાસ ન કરવો જોઈએ, ખાસ કરીને હાર્ટ સર્જરી પછી 6 અઠવાડિયાની અંદર ઉપવાસ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે અને તે જીવલેણ પણ હોઈ શકે છે.

Shah Jina