ટીમ ઇન્ડિયાના આ પ્લેયર ક્યારેક હતા ખુબ ગરીબ અને આજે મહેનત કરીને બની ગયા છે સુપરસ્ટાર, જાણો

ખુબ ગરીબ હતા ઇન્ડિયાના આ 6 ક્રિકેટર્સ, પછી એક ઝટકામાં પલટી ગઈ કિસ્મત… જાણો નામ

ભારતમાં ક્રિકેટની રમત સૌથી વધુ લોકપ્રિય છે આ જ કારણ છે કે ક્રિકેટરો પર જોરદાર પૈસાનો વરસાદ થતો હોય છે. ભારત માટે રમવા સિવાય iplથી ખેલાડીઓને કરોડોની કમાણી થતી હોય છે. પરંતુ ખેલાડીઓને અહીંયા સુધી પહોંચવાનો રસ્તો એટલો સહેલો હતો નહિ. આજે અમે એવા કેટલાક ખેલાડીઓ વિશે બતાવા જઈ રહ્યા છીએ જે પહેલા ખુબ ગરીબ હતા અને હવે સ્ટાર બની ગયા છે.

1. જસપ્રીત બુમરાહ : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ આજે ક્રિકેટ જગતમાં ખુબ મોટું નામ છે. પરંતુ એ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે એક સમય એવો હતો કે જયારે તેમની પાસે ચપ્પલ અને ટી-શર્ટ ખરીદવાના પણ પૈસા હતા નહિ. જોકે આ સમયે તેમનું નામ ખુબ મોટું થઇ ગયું છે અને તેમની આવક પણ જોરદાર છે.

2. મોહમ્મદ સિરાઝ: ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝની લાઈફ પણ જોરદાર રહી હતી. તેમના પિતા રીક્ષા ચલાવતા હતા અને તેમણે તેમના પુત્રને ક્રિકેટર બનાવવા માટે જે મૂડી હતી તે બધી વેચી દીધી હતી. અને છેલ્લે તેની કિસ્મત રંગ લાવી અને આજે ટીમ ઈંડિયાની ટેસ્ટ ટીમનો એક ખાસ ભાગ છે.

3. કૃણાલ અને હાર્દિક પંડ્યા : હાર્દિક અને કૃણાલની આ સમયે ક્રિકેટમાં ખુબ મોટું નામ છે. આ બંને ભાઈઓને દુનિયાના સૌથી જોરદાર ઓરાઉન્ડરમાં ગણવામાં આવે છે. પરંતુ કરોડો રૂપિયા કમાવવા વાળા આ બંને ખેલાડીના પરિવાર એક સમયે ખુબ ગરીબ હતો.

4. રવિન્દ્ર જાડેજા: ઘણા ક્રિકેટ પ્રશંશકોને આ તથ્ય વિશે ખબર હશે કે ભારતીય હરફનમૌલા ખેલાડી, રવિન્દ્ર જાડેજાનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીતેલું છે કેમકે તેના પિતા સુરક્ષા ગાર્ડ હતા જયારે તેની માતા નર્સ હતી. તે સરકારી ક્વાટર્સમાં રહેતા હતા પરંતુ તેની જોરદાર મહેનત અને દ્રડ સંકલ્પના કારણે જાડેજા ભારતના સૌથી સારા ઓલરાઉન્ડરમાંથી એક બની ગયા છે અને દરેક લોકો તેની સંપત્તિ, ઘર અને લાઇફસ્ટાઇલ વિશે જાણે જ છે.

5. એમએસ ધોની: આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું પણ નામ શામેલ છે. રાંચીના બેટ્સમેને ફિલ્મ એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીના માધ્યમથી દુનિયાને તેમના જીવન વિશે બતાવ્યું હતું. 2011ના વિશ્વકપ વિજેતા કેપ્ટનનું જીવન સહેલું હતું નહિ કેમકે તેના પિતા પિચ ક્યૂરેટર હતા જે ઇચ્છતા હતા કે તેનો પુત્ર ટિકિટ કલેકટર બને. પિતાના સપનાને પુરા કરવા માટે ધોનીએ રેલવેમાં પણ કામ કરેલું છે પરંતુ ત્યારબાદ બધું છોડીને તેનું સપનું પૂરું કર્યું અને ભારતના સૌથી સફળ કેપ્ટન અને બેટ્સમેન બન્યા.

Patel Meet