બોલિવુડ માટે વર્ષ 2021 રહ્યુ ઉતાર-ચઢાવથી ભરેલુ, આ વર્ષે આ 4 દિગ્ગજ સ્ટાર્સે કહ્યુ દુનિયાને અલવિદા

હવે બસ ટૂંક જ સમયમાં વર્ષ 2021 પૂર્ણ થવા જઈ રહ્યુ છે અને નવુ વર્ષ 2022 આવવાનું છે. વર્ષ 2021 મનોરંજન જગત માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. આ વર્ષે બોલીવુડે તેના ઘણા દિગ્ગજ સ્ટાર્સને અલવિદા કહ્યું છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ આ વર્ષે દુનિયા છોડી ગયા છે.

1.સિદ્ધાર્થ શુક્લા : ટીવીના લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન ટીવી અને બોલિવૂડ બંને માટે મોટો આંચકો છે. 2 સપ્ટેમ્બરે જ્યારે સિદ્ધાર્થનુ આ દુનિયામાંથી અચાનક નિધન થયુ ત્યારે મનોરંજન જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કોઈ સમજી શક્યું નહીં કે સિદ્ધાર્થ અચાનક કેવી રીતે જતો રહ્યો. સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. દિવંગત અભિનેતાએ ઘણી નવી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.

2. રાજીવ કપૂર : ઋષિ કપૂરની વિદાયના આઘાતમાંથી બોલિવૂડ હજી બહાર આવ્યું ન હતું કે અચાનક તેમના નાના ભાઈ રાજીવ કપૂરના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા. રાજીવ કપૂર બોલિવૂડના જાણીતા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા. એક અભિનેતા તરીકે રાજીવ કપૂર ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી હો ગયી’માં જોવા મળ્યા હતા, જે સુપરહિટ સાબિત થઈ હતી. રાજીવ કપૂરનું આ વર્ષે 9 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું.

3.દિલીપ કુમાર : બોલીવુડના ટ્રેજેડી કિંગ કહેવાતા અભિનેતા દિલીપ કુમારે આ વર્ષની મધ્યમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. બોલિવૂડ જગત માટે આ કોઈ મોટા આઘાતમાંથી ઓછું ન હતું. દિલીપ કુમારે 7 જુલાઈ 2021ના રોજ અંતિમ શ્વાસ લીધા. અભિનેતા ઘણા સમયથી બીમાર હતા.

4.રાજ કૌશલ : બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અને અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલની વિદાય પણ બોલિવૂડ માટે એક મોટો આઘાત હતો. રાજ કૌશલનું 30 જૂન 2021ના રોજ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું.

Shah Jina