“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મ પર કમેન્ટ કરવી યુવકને પડી ભારે, મંદિરમાં નાક રગડાવી દબંગોએ કર્યુ એવું કે…

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કમાણીના મામલામાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ દર્શકોને એટલી પસંદ આવી રહી છે કે 10 દિવસથી પણ વધુનો સમય વીતી ગયો હોવા છત્તાં પણ ટિકિટ માટે સિનેમા હોલની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દેશના મોટાભાગના લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ એક વર્ગ એવો પણ છે જે તેને માત્ર અને માત્ર રાજકીય પ્રચાર કહી રહ્યો છે. આ અંગે સોશિયલ મીડિયા પર પણ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, રાજસ્થાનમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર એક યુવકને ટિપ્પણી કરવી ભારે પડી હતી. લોકોએ હોબાળો મચાવ્યો અને તેને મંદિરમાં બોલાવ્યો અને તેનું નાક રગડાવી માફી પણ મંગાવી.

અલવર જિલ્લાના બેહરોર વિસ્તારના એક યુવકે સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ટિપ્પણી કરી હતી. ગામના ગુંડાઓએ યુવકને બોલાવીને મંદિરમાં નાક રગડાવી માફી મંગાવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસનના હોશ ઉડી ગયા હતા. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસે આ કેસમાં 2 યુવકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા અનુસાર મામલો અલવરના બેહરોરના ગોકુલપુર ગામનો છે.

ટિપ્પણી કરનાર યુવક રાજેશ ખાનગી બેંકમાં સિનિયર સેલ્સ મેનેજર છે. તેણે લગભગ ચારેક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર દલિતો પરના અત્યાચાર અંગે ટિપ્પણી કરી હતી. જેના પર ગામના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. પીડિત રાજેશે કહ્યું કે લોકોની ભાવનાઓને ઠેસ ન પહોંચાડવા માટે મેં બે વાર માફી માંગી. પરંતુ ગામના 2 લોકોએ મને બળજબરીથી મંદિરમાં બોલાવ્યો અને મારુ નાક રગડાવ્યુ અને તે બાદ માફી પણ મંગાવી, જેનો વીડિયો પણ બનાવ્યો.

રાજેશે કહ્યું, ‘મેં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર ટિપ્પણી કરી હતી અને લખ્યું હતું કે, ફિલ્મમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચારને દર્શાવવામાં આવ્યા છે,અત્યાચાર તો અન્ય જાતિઓ ઉપર પણ થયા હતા.આ ફિલ્મમાં પંડિતો પરના અત્યાચારનો મુદ્દો સામે આવ્યો અને લોકો તેની તરફેણમાં આવ્યા, તો પછી શું દેશમાં દલિતો પર અત્યાચાર નથી થતા ? લોકો તેના માટે આગળ કેમ નથી આવતા. આ સાથે મેં જય શ્રી રામ અને જય કૃષ્ણ વિશે ટિપ્પણી કરી અને કહ્યું કે હું નાસ્તિક છું.

હું પૂજામાં માનતો નથી. મારી પોસ્ટ પર લોકો જય શ્રી રામ અને જય કૃષ્ણ લખે છે, તેથી મેં પણ જય ભીમ લખ્યું છે. આ વાતને લઈને ગામના લોકો ગુસ્સે થઈ ગયા અને મંદિરમાં મારું નાક રગડાવવામાં આવ્યું. પીડિત યુવકે આ અંગે બહેરોર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. બેહરોર પોલીસ સ્ટેશનના પ્રભારી સુની લાલે કહ્યું કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina