51 વર્ષિય ધ ગ્રેટ ખલીના ઘરે ગુંજી કિલકારી, બીજીવાર પિતા બન્યો ખલી- જાણો દીકરી આવી કે દીકરો ?

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

The Great Khali Becomes Father :  ‘ધ ગ્રેટ ખલી’ના નામથી પ્રખ્યાત WWE સુપરસ્ટાર દિલીપ સિંહ રાણા ફરી એકવાર પિતા બની ગયો છે. ખલીએ એક રીલ શેર કરી છે, જેમાં તે તેના પુત્ર સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, “તમારા આશીર્વાદને કારણે આજે મને એક પુત્રનો આશીર્વાદ મળ્યો છે.” વીડિયોમાં ખલીના ચહેરા પર માસ્ક જોઇ શકાય છે, ખલી તેના પુત્રને ખોળામાં પકડીને સ્નેહ કરી રહ્યો છે.

ધ ગ્રેટ ખલીના ઘરે ગુંજી કિલકારી

ખલીને પહેલેથી જ એક પુત્રી છે અને હવે તે એક પુત્રનો પણ પિતા બની ગયો છે. ધ ગ્રેટ ખલીની પત્ની હરમિંદર કૌર કે જે જલંધરના નૂરમહલની રહેવાસી છે, બંનેએ 2002માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, હરમિંદર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. બંને વચ્ચે ઊંચાઈમાં તફાવત હોવા છતાં ખલી અને તેની પત્ની વચ્ચેનું બોન્ડિંગ ઘણું સારું છે.

પત્ની હરમિંદર કૌરે આપ્યો દીકરાને જન્મ

લગ્નના થોડા વર્ષો પછી ખલીએ રેસલિંગમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ બધા તેને ઓળખવા લાગ્યા. બંનેના લગ્ન 2002માં થયા હતા અને 12 વર્ષ પછી ફેબ્રુઆરી 2014માં બંનેના ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. ખલી અને હરમિન્દરની પુત્રીનું નામ અવલીન રાણા છે, જે 8 વર્ષની છે. હરમિન્દર કૌર રાણાના કહેવા પ્રમાણે, તે ઈચ્છે છે કે તેની પુત્રી પતિની જેમ રેસલર બને.

ખલી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પુત્રી સાથેના ફોટા શેર કરતો રહે છે. ધ ગ્રેટ ખલીના એક ઈન્ટરવ્યુ અનુસાર, તે ખૂબ જ રોમેન્ટિક છે અને તે ઘરમાં પત્નીને સરપ્રાઈઝ કરતો રહે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે તેની પત્ની માટે પાર્ટી પણ પ્લાન કરે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina