પ્રેમમાં લોકો કેટલા આંધળા હોય છે, ટ્રેનના પાટા ઉપર સુઈ ગયેલી છોકરી ઉપરથી આખી ટ્રેન ચાલી ગઈ, પણ પ્રેમનું ભૂતના ઉતર્યું, જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયામાં ઉપર રોજ ઘણી બધી ઘટનાઓ વાયરલ થતી હોય છે, ઘણા વીડિયોની અંદર પ્રેમની અંદર આંધળા બની ગગયેલા ઘણા લોકોને પણ જોઈએ છીએ, આપણે ઘણા એવા લોકોને જોયા હશે જે પ્રેમમાં એટલા બધા ડૂબી જાય કે તેમને દુનિયામાં શું થાય તેની કોઈ ખબર પણ નથી હોતી.

ઘણા લોકો તો પોતાના ગમતા વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરવામાં એટલા ઊંડા ડૂબી જાય છે કે જો કોઈ દુર્ઘટના પણ તેમની આસપાસ ઘટી જાય તો પણ તેમને ખબર નથી પડતી, હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી ઉપરથી આખી ટ્રેન પસાર થઇ જાય છે, એ જોઈને સૌ કોઈ હેબતાઈ જાય છે.

વાયરલ વીડિયોની શરૂઆતમાં એક ટ્રેન પુરપાટ ઝડપે ચાલતી જોઈ શકાય છે, ટ્રેન સડસડાટ આગળ નીકળી જાય છે ત્યારે જે ટ્રેક ઉપરથી ટ્રેન નીકળી હોય છે તે ટ્રેક ઉપર જ એક યુવતી સુતેલી જોવા મળે છે, જે ટ્રેનની નીચે આવી હતી, પરંતુ તે જીવતી જોવા મળે છે, જેના બાદ લોકોને પણ હાશકારો થતો જોઈ શકાય છે.

પરંતુ જેમે જેમ વીડિયો આગળ વધે છે તેમ તેમ લોકો પોતાના લમણે હાથ મૂકી દે છે, કારણ કે તે યુવતી ટ્રેન ગયા બાદ પાટા ઉપરથી ઉભી થાય છે અને ફોન ઉપર વાત કરતા કરતા પ્લેટફોર્મ તરફ આવે છે. આ વીડિયો જોઈને એમ લાગે છે કે યુવતીને કોઈ ફેર જ નથી પડ્યો કે તેના ઉપરથી આખેઆખી ટ્રેન પસાર થઇ ગઈ છે અને તે ફોન ઉપર વાત કરવામાં જ મશગુલ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ યુવતી ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે, જો સહેજ પણ ચૂક થઇ ગઈ હોત તો યુવતીનો જીવ પણ જઈ શકતો હતો, ઘણા લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે ફોનમાં આટલું મશગુલ થવું ક્યારેય તમારો જીવ પણ લઇ શકે છે.

Niraj Patel