સૈફ અલી ખાન નહોતો હુમલાખોરનો ટાર્ગેટ, તૈમુર-જેહના રૂમમાં ચોરે ઘૂસી માગ્યા 1 કરોડ…જાણો પછી શું થયું

પહેલા તૈમુર-જેહના રૂમમાં ઘૂસ્યો હતો હુમલાખોર, માગ્યા 1 કરોડ…જાણો સૈફ પર હુમલા પહેલા શું-શું થયુ હતુ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ગુરુવાર સવારની શરૂઆત એક ચોંકાવનારા સમાચારથી થઈ. એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરની અંદર કોઈએ છરીથી હુમલો કર્યો. ત્યારે હવે આ મામલે એક નવી અપડેટ સામે આવી છે, હુમલાખોરે સૈફ અલી ખાન પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે સૈફ તેને પકડવા ગયો ત્યારે આરોપીએ તેના પર છરીથી હુમલો કર્યો. આ હુમલામાં સૈફ ગંભીર રીતે ઘાયલ થયો છે. આરોપીએ સૈફની પીઠ, હાથ, ગરદન અને પગ પર કુલ 6 ઘા માર્યા હતા.

સૈફનો પરિવાર એટલે કે પત્ની કરીના કપૂર ખાન, બંને પુત્રો તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાન બધા સુરક્ષિત છે. હુમલા સમયે અભિનેતાનો મોટો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન એપાર્ટમેન્ટમાં હાજર હતો. તે તાત્કાલિક ઘાયલ પિતાને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરોએ સૈફ અલી ખાનની બે સર્જરી કરી છે. હાલમાં તે ખતરામાંથી બહાર હોવાનું કહેવાય છે. ઘટના બાદ મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ કેસની તપાસ કરી રહી છે. હુમલાખોરોમાંથી એકનો ફોટો પણ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. સૈફ અલી ખાન અને કરીના પુત્રો સાથે મુંબઈના બાંદ્રાના ખારમાં સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનું ઘર 12મા માળે છે. જેહના જન્મ પહેલાં, સૈફ અને કરીના બાંદ્રાના ફોર્ચ્યુન હાઇટ્સમાં રહેતા હતા. જ્યાં તેમણે 11 વર્ષ વિતાવ્યા. જેહના જન્મ પછી પરિવાર સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો. કેટલાક અહેવાલો અનુસાર, મોડી રાત્રે લગભગ 1-2 વાગ્યે હુમલાખોરો સીડીઓ દ્વારા સૈફ-કરીનાના ઘરમાં પ્રવેશ્યા અને તૈમૂર-જેહના રૂમમાં ઘૂસ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે હુમલાખોર તૈમૂર-જેહના રૂમમાં પ્રવેશ્યો ત્યારે ઘરની સંભાળ રાખનાર આરિયામા ફિલિપ ઉર્ફે લીમા ત્યાં હાજર હતી.

ઘરની મેડના કહેવા મુજબ, આરોપીએ તેને પકડી લીધી. આ સાંભળીને તેણે બૂમ પાડી અને અવાજ સાંભળી સૈફ તરત જ રૂમમાં પહોંચ્યો. સૈફને જોતાંની સાથે જ ચોરે છરી કાઢી. જ્યારે અભિનેતાએ આરોપીને પૂછ્યું કે તેને શું જોઈએ છે ? તો આરોપીએ પૈસા માંગ્યા. સૈફે પૂછ્યું- તમને કેટલા જોઈએ છે? તો આરોપીએ 1 કરોડ રૂપિયાની માંગણી કરી. આ દરમિયાન બે ઘરકામ કરનારા પણ ત્યાં પહોંચી ગયા. જ્યારે હુમલાખોરને લાગ્યું કે તે પકડાઈ જશે, ત્યારે તેણે સૈફ પર છરી વડે હુમલો કર્યો.

Previous Article

ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી સુંદર સાધ્વી હર્ષા રિછારિયા, મહાકુંભ છોડવાનું કર્યુ એલાન- જુઓ વીડિયો

Next Article

'સૂરજ હુઆ મદ્ધમ', નવ્યા નવેલી નંદાએ કચ્છના સફેદ રણમાં આપ્યા ખૂબસુરત પોઝ- જુઓ તસવીરો

error: Protected Content!