સાનિયા મિર્ઝા દેશની સૌથી લોકપ્રિય મહિલા ખેલાડીઓમાંની એક રહી છે. આ જ કારણે તેના લગ્ન અને છૂટાછેડા બંને હેડલાઇન્સમાં રહ્યા. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન પર તેને જેટલું ટ્રોલ કરવામાં આવી હતી, તેટલું જ છૂટાછેડા પછી શોએબ મલિકને આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.
સાનિયાથી છૂટાછેડા બાદ શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. સના જાવેદ પાકિસ્તાનમાં લોકપ્રિય છે. શોએબ સાથે સના જાવેદના બીજા લગ્ન છે જ્યારે શોએબના આ ત્રીજા લગ્ન છે. જણાવી દઈએ કે શોએબના સના જાવેદ સાથે નિકાહ બાદ ઘણા લોકોએ સાનિયા અને સના વચ્ચે સરખામણી કરી હતી.
ઘણાએ સનાની ખૂબસુરતીના વખાણ કર્યા. સનાની તસવીરો જોયા પછી લોકોએ કહ્યું છે કે તે સાનિયા મિર્ઝા કરતાં પણ વધુ સુંદર છે. સના જાવેદ ખૂબ જ સ્ટાઇલિશ છે અને સોશિયલ મીડિયા પર અવાર નવાર સમાચારમાં રહે છે. સુંદરતામાં સાનિયા મિર્ઝાને પાછળ છોડનારી સના જાવેદ એક અભિનેત્રી છે અને પાકિસ્તાની સિરિયલોમાં જોવા મળી છે.
વર્ષ 2012માં પોતાની કારકિર્દી શરૂ કરનાર સના જાવેદને આજે કોઈ પરિચયની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના મિલિયન્સમાં ફોલોઅર્સ છે. પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિકે જાન્યુઆરી 2024માં ત્રીજા લગ્ન સના જાવેદ સાથે કર્યા હતા. શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને અલગ થયે હવે ઘણો સમય થઇ ચૂક્યો છે જો કે હજુ પણ લોકો તેની ટીકા કરતા જોવા મળે છે.
શોએબ મલિકની વાત કરીએ તો, તેણે સૌપ્રથમ પાકિસ્તાની બેટ્સમેન આયશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા, બંનેના લગ્ન 2002માં થયા હતા. આ પછી 2010માં, શોએબે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા, અને જાન્યુઆરી 2024માં તેણે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા.
શોએબની ત્રીજી પત્ની સના જાવેદે 2012માં ‘શહર-એ-ઝાત’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ‘બેહદ’, ‘રુસવાઈ’ અને ‘ડંક’ જેવા હિટ ટીવી શોમાં શાનદાર અભિનય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની કુલ કમાણી 50 થી 70 કરોડ રૂપિયાની વચ્ચે છે.