ખુબ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી મહાકુંભની સૌથી સુંદર સાધ્વી, કહ્યું કે હું ન તો મોડેલ છું ન સંત…જુઓ વીડિયો
મહાકુંભ મેળામાંથી વાયરલ થયેલી હર્ષા રિછારીયા હવે કુંભ મેળામાંથી ચાલી જશે. તેણે કહ્યું કે તેના ગુરુનું નામ લઈને તેને બદનામ કરવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીએ ઈન્ડિયા ટુડે ગ્રુપને આપેલા ઈન્ટરવ્યુમાં હર્ષાએ કહ્યું હતું કે તે આગામી બે-ત્રણ દિવસમાં ત્યાંથી જવાની છે. તે ઉત્તરાખંડમાં તેના ઘરે જશે, તેણે કહ્યું કે આ તેનો પોતાનો નિર્ણય નથી. હર્ષાએ કહ્યું, જે છોકરી કુંભમાંથી ઘણું શીખવા માંગતી હતી, તેને અહીંથી જવું પડશે. તે શરમજનક છે.
આ મારો અંગત નિર્ણય નથી. જ્યાં સુધી તે મારા પર હતું ત્યાં સુધી કોઈ સમસ્યા નહોતી. પરંતુ હવે વાત મારા ગુરુની છે. હર્ષાએ કહ્યું કે તે આચાર્ય મહામંડલેશ્વરની શિષ્યા છે. તે મહાકુંભના પ્રથમ અમૃત સ્નાનમાં મહામંડલેશ્વરના શાહી રથ પર બેઠી હતી. આ બાબતે વિવાદ થયો હતો. કાલી સેનાના પ્રમુખ સ્વામી આનંદ સ્વરૂપે આના પર આપત્તિ જતાવી હતી. તેમણે કહ્યું હતુ કે કુંભનું આયોજન જ્ઞાન અને આધ્યાત્મિકતા ફેલાવવા માટે કરવામાં આવે છે, તેનો ઉપયોગ મોડલને પ્રોત્સાહન આપવા માટે ન થવો જોઈએ, તે વાત પર રિછારિયાએ વાંધો ઉઠાવ્યો હતો.
તેણે કહ્યું- હું એક એક્ટર અને એન્કર રહી છું, પરંતુ મને મોડલ કહેવામાં આવી રહી છે, જે ખોટું છે. હર્ષાએ કહ્યું કે સ્વામી આનંદ સ્વરૂપના કારણે તેને કુંભ છોડવો પડ્યો. તેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તે ભવિષ્યમાં બિગ બોસ જેવા રિયાલિટી શોમાં જોવા મળી શકે છે. તેના જવાબમાં તેણે કહ્યું કે, મારે હજુ ઘણું શીખવાનું અને સમજવાનું છે. હું દરેક માટે બકરા બની ગઇ છું. હવે મારે મહાકુંભમાંથી નીકળવાનું છે. હું આનો શ્રેય સ્વામી આનંદ સ્વરૂપને આપીશ. હું ગુરુદેવથી આંખો નથી મેળાવી શકતી.
હું ઉત્તરાખંડ પાછી જઈ રહી છું. એક પુત્રી અને શિષ્યા હોવાને કારણે હું નથી ઈચ્છતી કે મારા ગુરુને નિશાન બનાવવામાં આવે. રિછારિયા નિરંજની અખાડા સાથે જોડાઇ છે. આ વિવાદ બાદ તેમના અખાડા પર પણ નિશાન સાધવામાં આવી રહ્યું છે. આના જવાબમાં તેણે સ્વામી આનંદ સ્વરૂપ વિશે કહ્યું કે, અમારા જેવા બાળકો તમારી પાસેથી કંઈક શીખવા માંગે છે, પરંતુ જ્યારે કેટલાક સંતો અભદ્ર ટિપ્પણી કરે છે ત્યારે તે સમાજ અને પોતાના માટે શરમજનક છે. કાલી સેનાના પ્રમુખ તમે, બધુ જ તમે. મારા થકી ફેમસ થવા માંગે છે. તે પોતાને સંત કહે છે પરંતુ તે પોતે પરિણીત છે.
View this post on Instagram