...
   

પતિ-પત્ની છૂટાછેડા પહેલા બાળકો સાથે ગયા હતા ફરવા, પછી થયુ એવું કે… પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા પરિવારની કહાની તમને રડાવી દેશે

ડિવોર્સ પહેલાં પતિ-પત્ની બે બાળક સાથે રજાઓ ગાળવા ગયાં હતાં….પતિ-પત્નીના મિલનનો દર્દનાક અંત

નેપાળ વિમાન દુર્ઘટનામાં ગુમ થયેલા ભારતીય પરિવારની ઓળખ થઈ ગઈ છે. તમામ મહારાષ્ટ્રના થાણેના રહેવાસી હતા. આ પરિવારમાં પતિ, પત્ની અને બે બાળકો બતા. પતિ-પત્ની લાંબા સમયથી અલગ રહેતા હતા અને ટૂંક સમયમાં જ તેઓ છૂટાછેડા લેવાના હતા. કોર્ટના આદેશ મુજબ, પતિને બાળકો સાથે 10 દિવસ વિતાવવાનો મોકો મળ્યો. બધા ખૂબ ખુશ હતા. પરંતુ તેમને ખબર ન હતી કે તેઓની આ ટ્રિપ છેલ્લી ટ્રિપ હશે. રવિવારે ગુમ થયેલા નેપાળમાં તારા એરલાઇનના વિમાનમાં સવાર 22 લોકોમાં આ પરિવાર હતો. કોર્ટના આદેશ બાદ 54 વર્ષીય અશોક કુમાર ત્રિપાઠીએ પત્ની વૈભવી અને પુત્ર અને પુત્રી સાથે નેપાળ જવાની યોજના બનાવી હતી.

આ માટે આ લોકો ત્રણ દિવસ પહેલા નેપાળ પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા પછી, આ લોકોએ મધ્ય નેપાળના પ્રખ્યાત પર્યટન નગર જોમસોમની મુલાકાત લેવાની યોજના બનાવી. આ માટે આ લોકોએ તારા એરલાઇનમાં ટિકિટ બુક કરાવી હતી. જો કે, જોમસોમ જવાની પરિવારની યોજના વિમાન દુર્ઘટનાને કારણે પૂર્ણ થઈ શકી નથી. ઉલ્લેખનીય છે કે,અશોકની સાથે તેનો પિતરાઈ ભાઈ જવાનો હતો. જોકે તેણે અંતિમ સમયે પ્લાન બદલી નાખ્યો હતો.વૈભવી છૂટાછેડા પછી તેના બે બાળકો સાથે થાણે-નાસિક હાઈવે પર રૂસ્તમ જી એથેનામાં રહેતી હતી.

દીકરો ધનુષ કોલેજમાં ભણતો હતો જ્યારે દીકરી હજુ સ્કૂલમાં ભણતી હતી. વૈભવીની માતા અવારનવાર બીમાર રહે છે. તે ઓક્સિજન પર છે અને ઘરે જ તેની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં તે તેની માતા સાથે રહીને તેનું ધ્યાન રાખતી હતી. વૈભવી નેપાળ ગયા બાદ તેની મોટી બહેન તેની માતાની સંભાળ લેવા આવી હતી.વૈભવીનો પતિ અશોક ત્રિપાઠી ઓડિશાનો રહેવાસી હતો. અશોક અને વૈભવીના પ્રેમ લગ્ન થયા હતા. અશોક ભુવનેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. વૈભવી મુંબઈના BKC સ્થિત ખાનગી ઓફિસમાં કામ કરતી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

અશોકે મુંબઈના બોરીવલીમાં ઘર લીધું હતું. છૂટાછેડા પછી વૈભવી પણ એક વર્ષમાં 5-6 મહિના આ ઘરમાં રહેતી હતી. તારા એરના ‘ટ્વીન ઓટર 9N-AET’ વિમાને રવિવારે સવારે 10 વાગ્યે પોખરાથી નેપાળમાં ઉડાન ભરી હતી. ટેક-ઓફની 15 મિનિટ બાદ તેનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનમાં ચાર ભારતીય, બે જર્મન અને 13 નેપાળી નાગરિકો સહિત કુલ 22 લોકો સવાર હતા. નેપાળની સેનાને મુસ્તાંગ જિલ્લામાં એરલાઈન ‘તારા એર’ના ક્રેશ થયેલા વિમાનના કાટમાળ વિશે સંકેતો મળ્યા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સ્થાનિકોને ટાંકીને, પ્લેન લંખુ નદીના ઉદ્ગમ સ્થાનની નજીક એક પહાડી પર ક્રેશ થયું હતું અને તૂટી પડ્યું હતું. પ્લેન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ હતુ અને તેના ટુકડા અહીં-ત્યાં વિખરાયેલા હતા.દુર્ઘટનાવાળી જગ્યાને શોધીને નેપાળ આર્મીની સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમે ક્રેશ થઈ ચૂકેલા પ્લેનની તસવીર શેર કરી હતી. પ્લેનનો કાટમાળ મુસ્તાંગના સૈનોસવેયર વિસ્તારમાંથી મળ્યો. એરક્રાફટે પોખરાથી જોમસોમ માટે સવારે 9.55 વાગ્યે ઉડાન ભરી હતી. તે 10.20 વાગ્યે લેન્ડ થવાનું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જોકે લેન્ડિંગ પહેલા જ એર ટ્રાફિક કન્ટ્રોલર સાથેનો એનો સંપર્ક તૂટી ગયો હતો. જો કે, આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે એરક્રાફટ 43 વર્ષ જૂનું હતુ.પ્લેન ક્રેશની જાણકારી મળતાં વૈભવીના પાડોશીએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વૈભવીના ઘરે માત્ર વૃદ્ધ માતા છે. તેઓની રડી રડીને હાલત ખરાબ છે.

Shah Jina