શિલ્પા શેટ્ટીને પોતાની બાહોમાં લઈને ઝૂમવા લાગ્યો ટેરેન્સ લુઈસ, હેરાન રહી ગઈ અભિનેત્રી, બાદશાહે આપ્યું આ રિએક્શન

ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2ના ગ્રાન્ડ ફિનાલે પૂર્ણ થયો છે અને દેશને એક નવી વિજેતા પણ મળી ચુકી છે. ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર -2નું ટાઇટલ પુણેની રહેવાસી સૌમ્યા કાંબલેએ જીત્યું છે. પરંતુ આ દરમિયાન સેટ ઉપરથી કેટલાક એવા દૃશ્યો જોવા મળ્યા જેને સૌ કોઈને હેરાનીમાં નાખી દીધા છે.

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર-2ના સેટ પર ટેરેન્સ લુઈસ શિલ્પા શેટ્ટીને તેની બાહોમાં ઉઠાવી લીધી હતી, આ જોઈને શિલ્પા પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેકર્સે થોડા કલાકો પહેલા ગ્રાન્ડ ફિનાલેનો નવો પ્રોમો વીડિયો શેર કર્યો હતો. ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ 9’ને પ્રમોટ કરવા માટે રેપર બાદશાહ અને મનોજ મુન્તાશીર સાથે શિલ્પાએ શોના ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચી હતી.

વીડિયોની શરૂઆત ફિનાલેમાં જોવા મળેલા સ્પર્ધકોના પ્રદર્શનની ઝલક સાથે થાય છે. શિલ્પા અને બાદશાહ તમામ કલાકારોને ચીયર કરતા જોવા મળે છે. આ દરમિયાન શિલ્પાએ ડાન્સર ધર્મેશ સાથે અક્ષય કુમારની ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનાડી’ના ગીત ‘ચુરા કે દિલ મેરા’ પર ડાન્સ કર્યો હતો.

હોસ્ટ મનીષ પોલ, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ના જજ ટેરેન્સ લુઈસ અને શિલ્પા વાતો કરી રહ્યા હતા, ત્યારે ટેરેન્સે અચાનક શિલ્પાને પોતાની બાહોમાં ઉંચી કરી લીધી.ટેરેન્સના વર્તનથી શિલ્પા આશ્ચર્યચકિત થઈ ગઈ. શોમાં હાજર મનોજ મુન્તાશીર અને બાદશાહ સહિત દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ટેરેન્સ લુઈસ મલાઈકા અરોરા અને ગીતા કપૂર સાથે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2ને જજ કરી રહ્યો છે. ગ્રાન્ડ ફિનાલેના પ્રોમોમાં ગીતા જોવા મળી હતી, જ્યારે મલાઈકા અરોરા ગાયબ હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે મલાઈકા અરોરા તેની તબિયતના કારણે ગ્રાન્ડ ફિનાલે એપિસોડ છોડવો પડ્યો હતો. ટેરેન્સે તાજેતરમાં શોના નિર્માતા રણજીત ઠાકુર અને ગીતા સાથે એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે તે સેટ પર મલાઈકાને મિસ કરે છે.

Niraj Patel