અરે બાપ રે… ભારતમાં આ જગ્યાએ -24 સેલ્સિયસમાં પણ રહે છે લોકો, આંખના પલકારે જ પાણીની બોટલ બની જાય છે બરફ, જુઓ

ભારતની એક એવી જગ્યા જ્યાં એટલી ઠંડી હોય છે કે તમે કલ્પના પણ ના કરી શકો, થોડી જ સેકેન્ડમાં પાણીની બોટલ પણ બની જાય છે બરફ, જુઓ વીડિયો

Temprature In Spiti : હાલ દેશભરમાં ઠંડીનો માહોલ વધ્યો છે અને ઠેર ઠેર હાડ થિજીવી દેનારી ઠંડી પણ પડતી જોવા મળે છે, તો કેટલાક વિસ્તારોમાં તો પારો માઇનસમાં પણ ચાલ્યો જાય છે અને ત્યાં રહેવું પણ ખુબ જ મુશ્કેલી ભર્યું બની જતું હોય છે. ત્યારે ઠંડીને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ભારતમાં માત્ર એક જ જગ્યા છે જ્યાં તાપમાન -20 થી નીચે ગયું છે. હવે તમે વિચારતા હશો કે સ્વિટ્ઝર્લેન્ડ જેવું વાતાવરણ ભારતમાં કેવી રીતે જોવા મળે છે. ચાલો તમને એક વાયરલ વીડિયો બતાવીએ જ્યાં લોકો -24 ડિગ્રી સેલ્સિયસમાં ફરવા જઈ રહ્યા છે અને ત્યાંનો નજારો બતાવી રહ્યા છે. આટલું જ નહીં, પાણીની બોટલ થોડી જ સેકન્ડમાં જામી ગયેલી જોઈ શકાય છે.

અહીંયા -24 ડિગ્રી સુધી જાય છે ઠંડી :

હિમાચલ પ્રદેશના સુંદર પહાડોમાં આવેલા સ્પીતિના કાઝા ગામમાં જ્યાં ઠંડી ખૂબ જ ઝડપથી વધી રહી છે. તમે પાણીને બરફમાં ફેરવવાનું અદ્ભુત દ્રશ્ય જોઈ શકો છો. અહીં તાપમાન માઈનસ 24 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. 26 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર @unitedhimalayas દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણીની બોટલ થોડીક સેકન્ડમાં બરફમાં ફેરવાઈ જાય છે.

થોડી જ સેકેંડમાં પાણીની બોટલ બની ગઈ બરફ :

આટલી ઠંડીમાં પણ ધીમી ગતિએ પાણી થીજી જાય છે તે જોવાની ખરેખર મજા અને આશ્ચર્ય થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક પ્રવાસી પોતાની કારમાંથી પાણીની બોટલ કાઢે છે અને પછી તેને ખુલ્લી હવામાં રાખે છે. પાણીની બોટલને ફ્રીઝ થવામાં સમય નથી લાગતો અને તે તરત જ જામી જવા લાગે છે. તે વ્યક્તિએ વીડિયો રેકોર્ડ કર્યો અને હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો ચોંકી ઉઠ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by UNITED HIMALAYAS (@unitedhimalayas)

લાખો લોકોએ જોયો વીડિયો :

આ વીડિયો પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. વીડિયોને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને લાખોમાં વ્યૂઝ થઈ ચૂક્યા છે. એક યુઝરે વીડિયો જોયા બાદ લખ્યું, “ભાઈ, આ વીડિયો વાયરલ થવાને લાયક છે. અમેઝિંગ ભાઈ.” અન્ય એક યુઝરે લખ્યું કે, “હું તમારા હાથ વિશે વિચારી રહ્યો છું, આ અતિશય ઠંડીમાં તમે કઈ સ્થિતિનો અનુભવ કરી રહ્યા હોવ.” જો કે આ વીડિયો જૂનો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે વીડિયોમાં 1 જાન્યુઆરી 2022ની તારીખ દેખાય છે.

Niraj Patel