હૃદય કંપાવી દે તેવો અકસ્માત, અમદાવાદ આવી રહી હતી બસ અને અથડાઈ ટેમ્પો સાથે, 17 લોકોના થયા મોત

દેશભરમાં કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે આ દરમિયાન અકસ્માતની ખબરો પણ સામે આવે છે. હાલ મળતી ખબર પ્રમાણે કાનપુરથી અમદાવાદ આવી રહેલી એક ડબલ ડેકર બસને અકસ્માત નડ્યો છે. જેમાં 17 લોકોના દુઃખદ મોત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે અવળી દિશામાંથી આવી રહેલા ટેમ્પો અને ડબલ ડેકર બસ વચ્ચે કાનપુરના સેચેન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન નગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 17 લોકોનો જીવ ચાલ્યો ગયો. મોતને ભેટેલા બધા જ યાત્રીઓ ટેમ્પો સવાર હતા. તો આ દુર્ઘટનામાં 20 ફૂટ નીચે પડી ગયેલી બસના 8 યાત્રીઓ અને ટેમ્પોમાં બેઠેલા 4 યાત્રીઓ પણ ઘાયલ થયા છે. જેમાંથી બેની હાલત ગંભીર છે. બધા જ ઘાયલ યાત્રીઓને હેલટમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ રોડ દુર્ઘટનાની અંદર મોતને ભેટેલા તમામ 17 લોકોનું પોસ્ટ મોર્ટમ રાત્રે 2 વાગે શરૂ કરવામાં આવ્યું. જે સવારે 6 વાગે ખતમ થયું. જેના બાદ બધાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. કલ્પના ટ્રાવેલ્સની ડબલ ડેકર બસ મંગળવારે રાત્રે લગભગ સાડા આઠ વાગે ફઝલગંજથી અમદાવાદ માટે  નીકળી હતી. બસમાં 100 યાત્રીઓ હતા.

લગભગ 2 કલાકની સખ્ત મહેનત બાદ પોલીસે  શબોને બહાર કાઢ્યા અને પોસ્ટ મોર્ટમ હાઉસ મોકલ્યા. તો ઘાયલોને હેલટ મોકલવામાં આવ્યા. આઇજી મોહિત અગ્રવાલ દ્વારા 17 મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે ઘાયલોની સારવાર યોગ્ય રીતે કરવામાં આવશે. એડીપી ભાનું ભાસ્કરના જણાવ્યા અનુસાર બસના બંને ડ્રાઇવર નશામાં હતા.

તો ટેમ્પોમાં કુલ 21 લોકો સવાર હતા. બધા જ સચેન્ડીથી સીઢી ઇટારામાં અંબાજી પારલે બિસ્કિટ ફેકટરીના કર્મચારી હતા.  તે લોકો નાઈટ શિફ્ટમાં નોકરી કરવામાં માટે ફેક્ટરી જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 16 કર્મચારીઓ અને ટેમ્પો ચાલકનું નિધન થઇ ગયું.

તો આ ઘટનાને નિહાળનાર લોકોનું કહેવું છે કે હાઇવે ના કારણે બસ પૂર ઝડપે આવી રહી હતી. ચાલકને સહેજ પણ આશંકા નહોતી કે કોઈ અવળી દિશામાંથી પણ આવશે. આજ કારણે જયારે ટેમ્પો સામે આવ્યો ત્યારે બચવાનો કોઈ મોકો ના મળ્યો. બંને વાહનો સામે સામે ટકરાઈ ગયા.

Niraj Patel