ખબર

29 મે સુધી લંબાવાયું લૉકડાઉન આ રાજ્યમાં, આ નિર્ણયથી લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો

કોરોના વાયરસનો ખતરો હજુ ઓછો નથી થયો અને સમગ્ર દેશમાં ત્રીજું લોકડાઉન 17મે સુધી લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે દેશના તેલંગાણા રાજ્યમાં લોકડાઉનને 29 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આખી રાત સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવશે.

Image Source

મુખ્યમંત્રી કેસી રાવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે: “અમે રાજ્યમાં 29 મે સુધી લોકડાઉન વધારવા જઈ રહ્યા છીએ, અમારે નિશ્ચિત રૂપથી તેને ગંભીરતાથી લાગુ કરીશું, રાતમાં આખા રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવશે, કોઈપણ કિંમત ઉપર. સાંજે 7 વાગ્યાથી ખુબ જ કડકાઈથી કર્ફ્યુ લગાવવામાં આવશે.”

Image Source

તેલંગાણામાં પણ કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકો કડકાઈથી નિયમોનું પાલન ના કરતા હોય રાત્રે કર્ફ્યુ લગાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ દરમિયાન ચંદ્રશેખર રાવે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રેડ ઝોનમાં પણ દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે છતાં પણ અમે રેડ ઝોનમાં કોઈ દુકાનને છૂટછાટ નહિ આપીએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.