કરણ કુંદ્રા સામે શરમિંદા થઇ બિગબોસ વિનર તેજસ્વી પ્રકાશ, વારંવાર માંગતી રહી માફી- જુઓ વીડિયો

કોન્ટ્રોવર્સિયલ શો “બિગબોસ”માં પોતાના પ્રેમની શરૂઆત કરનાર કપલ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા શોથી બહાર આવ્યા બાદ પણ સાથે છે. કપલને ઘણીવાર એકસાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા સ્પોટ કરવામાં આવે છે. કયારેક તેઓ ડિનર ડેટ પર જતા સ્પોટ થાય છે તો કયારેક શોપિંગ કરતા સ્પોટ થાય છે. આ દિવસોમાં કરણ અને તેજસ્વી બંને એકબીજા સાથે ઘણો સમય વીતાવી રહ્યા છે. તે બંનેની તસવીરો અને વીડિયો પણ અવાર નવાર ચર્ચામાં છે. બંને સોશિયલ મીડિયા પર લગભગ દરરોજ પ્રભુત્વ ધરાવે છે.

પરંતુ આ વખતે જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તેજસ્વીએ એવી ભૂલ કરી કે તે બોયફ્રેન્ડ કરણને વારંવાર સોરી કહેતી નજર આવી રહી છે. તેજસ્વી અને કરણનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેજસ્વી બ્લૂ પ્રિંટેડ કો-ઓર્ડ ડ્રેસમાં નજર આવી રહી છે. આ લુકમાં તે ઘણી સુંદર લાગી રહી છે. ત્યાં કરણ બ્લૂ શર્ટ અને ગ્રે જીન્સમાં જોવા મળી રહ્યો હતો.

આ લુકમાં તે ઘણો હેન્ડસમ લાગી રહ્યો હતો. જો કે, પેપરાજીને પોઝ આપતા સમયે તેજસ્વીએ કંઇક એવું કરી દીધુ કે જે બાદ તે વારંવાર કરણ કુંદ્રાની માફી માંગી રહી હતી. તેજસ્વી પેપરાજી સાથે વાતચીત કરવામાં એટલી મશગુલ થઇ જાય છે કે તે ભૂલી જાય છે કે કારનો દરવાજો ખુલવા પર તે ક્યાં અટકે છે. પછી શું હતુ, તેજસ્વી દરવાજો ખોલે છે અને ઝાડ સાથે દરવાજો ટકરાઇ જાય છે. આ જોઇ તેજસ્વી તરત જ દરવાજો બંધ કરી દે છે, પરંતુ કરણ આ જોઇ લે છે. જે બાદ અભિનેત્રી વારંવાર કરણની માફી માંગતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કપલનો આ વીડિયો ઇન્ટરનેટ પર તાબડતોડ વાયરલ થઇ રહ્યો છે અને ચાહકો આના પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જો કે, આ વીડિયોમાં તેજસ્વી અને કરણની બોન્ડિંગને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ જ લાઇક અને કમેન્ટ્સ પણ કરી રહ્યા છએ. આ વીડિયો પર ચાહકો બેસ્ટ કપલ, બોથ ઓફ યુ ક્યુટ અને મેડ ફોર ઇચ અધર જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે.

Shah Jina