શું વડાપાવ ગર્લ સલમાન ખાન સાથે કરી રહી છે ફિલ્મ ? વડાપાંવ ગર્લે કહ્યું કે હું જરૂર એકવાર…..જુઓ એ વીડિયો

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં દિલ્લીમાં મુંબઇના સ્વાદવાળા વડાપાવ વેતવાવાળી એક યુવતિ ઘણી વાયરલ થઇ રહી છે, જેનું નામ છે ચંદ્રિકા ગેરા દીક્ષિત. ચંદ્રિકા દિલ્લીમાં સ્ટોલ લગાવી મુંબઇના સ્વાદવાળા વડાપાવ વેચે છે, જેને ખાવા માટે લોકોની લાંબી લાઇનો લાગે છે. ચંદ્રિકાનો હાલમાં એક વીડિયો ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે જે તહેલકા ભાઇએ શેર કર્યો છે.

વીડિયોમાં તહેલકા ભાઇ સાથે સાથે તેમની પત્ની દીપિકા અને ટીમ પણ જોવા મળી રહી છે. તહેલકા ભાઇ દિલ્લીની વાયરલ વડાપાવ ગર્લ એટલે કે ચંદ્રિકાને મળવા તેના સ્ટોલ પહોંચ્યા હતા. આ દરમિયાન તહેલકા ભાઇ અને દીપિકાએ વડાપાવની મજા પણ માણી. તે ચંદ્રિકાને કહે છે કે તહેલકા મચા દીયા દીદી આપને…ચંદ્રિકાની ટીમે તહેલકા ભાઇની ટી શર્ટ પણ પહેરેલી વીડિયોમાં જોવા મળી રહી છે.

જ્યારે તહેલકા ભાઇ ચંદ્રિકાને પૂછે છે કે તમે સલમાન ભાઇની ફિલ્મથી એન્ટ્રી કરવાના છો એવું સાંભળ્યુ છે તો ચંદ્રિકા કહે છે કે મારુ સૌથી મોટુ અને લાઇફનું છેલ્લુ સપનું છે. ચંદ્રિકા કહે છે કે હું એકવાર તેમને મળવા માંગુ છું. જણાવી દઇએ કે, ચંદ્રિકા તેના પતિ સાથે આ કામ કરે છે. તેના વડાપાવનો સ્વાદ એટલો ફેમસ થઇ ગયો છે લોકો કલાકો સુધી પણ વડાપાવ માટે લાઇનમાં ઊભા રહે છે.

ચંદ્રિકા અગાઉ હલ્દીરામમાં કામ કરતી હતી. તેના પુત્રની તબિયત સારી ન હોવાને કારણે તેને નોકરી છોડવી પડી અને પછી પતિ-પત્નીએ નોકરી છોડી વડાપાવનો સ્ટોલ લગાવ્યો. તે કહે છે કે રસોઈ બનાવવી એ તેનો શોખ હતો, તેણે આ શોખને વ્યવસાયમાં ફેરવી દીધો. દિલ્હીમાં મોટાભાગના લોકો વડાપાવના નામે ટિક્કી બનાવી ખવડાવે છે. પરંતુ તે મુંબઈ સ્ટાઈલમાં વડાપાવ બનાવે છે. ચંદ્રિકા કહે છે કે તે મૂળ મધ્યપ્રદેશના ઈન્દોરની છે અને દિલ્હીના લોકોને મુંબઈનો સ્વાદ આપી રહી છે.

Shah Jina