VIDEO: ઓસ્ટ્રેલિયા સામે કરારી હાર બાદ રડી પડી ઇન્ડિયા, સિરાજ-રોહિત-વિરાટની આંખો થઇ નમ

VIDEO: ફાઇનલમાં મળેલી હાર બાદ રડવા લાગી ભારતીય ટીમ, રોહિત-વિરાટ-સિરાજ-રાહુલની આંખમાં દેખાયા આંસુ, નીચે ક્લિક કરીને આખો વીડિયો જુઓ

ફરી એકવાર ભારતીય ટીમનું વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું. 2023 વર્લ્ડ કપની યજમાની ભારતે કરી. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ શરૂઆતથી જ સારા ફોર્મમાં હતી અને સતત 10 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ટાઇટલ મેચમાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે જોરદાર હારનો સામનો કરવો પડ્યો અને આની સાથે જ ટીમ ઇન્ડિયાનું ફરી એકવાર ટાઇટલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઇ ગયું.

સિરાજ-રોહિત-વિરાટની આંખો થઇ નમ

આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની આંખોમાં આંસુ આવી ગયા હતા. સિરાજની સંભાળ મેદાન પર અન્ય સાથી ખેલાડીઓએ લીધી હતી. જ્યારે રોહિત અશ્રુભીની આંખો સાથે મેદાનની બહાર આવ્યો હતો. વિરાટ કોહલીની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યાં હતા. મોટી વાત એ છે કે આ ભાવનાત્મક ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 10 રનની જરૂર હતી.

કોહલીની આંખો થઈ ભીની 

ત્યારે ભારતીય ટીમની હાર લગભગ નિશ્ચિત હતી. આ દરમિયાન કોહલીની આંખો ભીની થઈ ગઈ હતી. આ મેચમાં કાંગારૂ ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ ડગમગતી જોવા મળી હતી.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ માત્ર 240 રન જ બનાવી શકી

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ માત્ર 240 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન કેએલ રાહુલે 107 બોલમાં 66 રનની ધીમી ઇનિંગ રમી, જ્યારે વિરાટે 63 બોલમાં 54 રનની ધીમી ઇનિંગ રમી પરંતુ ટીમ કાબૂમાં હતી. કપ્તાન રોહિત શર્માએ 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ 28 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું

બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવુડે 2-2 સફળતા મેળવી હતી.241 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને મેચ અને ટાઇટલ જીતી લીધું હતું. આ મેચમાં ટ્રેવિસ હેડે 137 રનની મેચ વિનિંગ સદીની ઇનિંગ રમી હતી. જ્યારે માર્નસ લાબુશેને અણનમ 58 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા આ વખતે કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનું ચૂકી ગયો

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજની સાથે મોહમ્મદ શમીએ 1-1 વિકેટ લીધી હતી. આ રીતે રોહિત શર્મા આ વખતે કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનું ચૂકી ગયો. કપિલ દેવ 1983માં અને ધોની 2011માં ચેમ્પિયન બન્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina