46 વર્ષિય શિક્ષકે વિદ્યાર્થીનીને કહ્યુ- I love u બોલ : ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે ટીચરની ગંદી હરકત, પ્રેક્ટિકલમાં ફેલ કરવાની…

46 વર્ષના આ લંપટ સાહેબે માસુમ વિદ્યાર્થિની સાથે ગંદી ગંદી હરકત કરતો, કહ્યું કે KISS….જાણો વિગત

મધ્યપ્રદેશમાં સ્કૂલ ખુલ્યાને એક મહીનાનો સમય પણ વીત્યો નથી કે એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જે વિદ્યાર્થી અને ગુરુના સંબંધને લજવે તેવો કિસ્સો છે. શાજાપુરમાં ટીચરની એક એવી કરતૂત સામે આવી છે, જે હેરાન કરી દેનારી છે. આ મામલો શાાજાપુર જિલ્લાના પોલાયકલાંનો છે જયાં કળયુગી ટીચરે ગુરુ શિષ્યની પરંપરાને તાર-તાર કરનારી હરકત કરી છે.

શાજાપુરમાં સરકારી સ્કૂલની વિદ્યાર્થીનીએ એક 46 વર્ષિય ટીચરની શર્મનાક હરકત ઉજાગર કરી છે. ટીચર કુંદન વર્મા સ્કૂલમાં ભણનારી વિદ્યાર્થીનીને અલગ રૂમમાં લઇ જઇ ગંદી હરકત કરતો હતો અને તેના વોટ્સએપ પર ગંદા માસેજ મોકલી તેને જબરદસ્તી પ્રેમનો ઇઝહાર કરાવવાની કોશિશ કરી રહ્યો હતો. 15 દિવસથી પરેશાન વિદ્યાર્થીનીએ આ પૂરી ઘટના પરિવારજનોને જણાવી અને તે બાદ તેમણે પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી.

કુંદન વર્મા પોલાયકલાં સ્થિત ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં શિક્ષક છે. તે 20 વર્ષોથી ફિજિક્સ ભણાવી રહ્યો છે. કુંદન છેલ્લા 15 દિવસોથી ધોરણ 12ની વિદ્યાર્થીનીને સ્કૂલના એક અલગ રૂમમાં લઇ જઇ ગંદી હરકત કરતો હતો. વિદ્યાર્થીની પર સંબંધ બનાાવવા માટે દબાણ કરી રહ્યો હતો. તેણે વિદ્યાર્થીનીને પ્રેક્ટિકલમાં ઓછા નંબર આપવા અને ફેલ કરવાની ધમકી પણ આપી હતી. તે રોજ વોટ્સએપ પર તેને ગંદા મેસેજ અને આઇ લવ યુ કહેવા માટે દબાણ કરતો હતો.

આખરે પરેશાન થઇને પીડિતાએ બુધવારે પૂરી ઘટના પરિવારને જણાવી હતી. પછી પરિવારજનો સ્કૂલ પહોંચ્યા હતા અને શિક્ષક સાથે મારપીટની કોશિશ કરી હતી અને તેને પકડી પોલિસ સ્ટેશન લઇ આવ્યા હતા. વિદ્યાર્થીનીના નિવેદન અને મેસેજ આધારે પોલિસે તેના વિરૂદ્ધ પોસ્કો એક્ટ સહિત અલગ ધારાઓ અંતર્ગત મામલો દાખલ કર્યો હતો. તેમજ પોલિસે આરોપીની ધરપકડ પણ કરી હતી.

Shah Jina