ખબર

વલસાડમાં શિક્ષક દંપતીની યુવાન દીકરીએ બિલ્ડીંગ ઉપરથી લગાવી મોતની છલાંગ, આખરે એવું તો શું હતું કારણ ?

સમગ્ર  દેશ સાથે  ગુજરાતમાં પણ હવે આપઘાતના કિસ્સાઓનું પ્રમાણે વધવા લાગી ગયું છે, આજના યુવાન અને યુવતીઓ નાની નાની વાતોને લઈને પણ આપઘાત કરી લેતા હોવાની ખબરો આવતી હોય છે ત્યારે હાલ એવી જ ચકચારી ભરેલી ખબર વલસાડથી સામે આવી રહી છે, જ્યાં શિક્ષક દંપતીની એક યુવાન દીકરીએ ધાબા ઉપરથી મોતની છલાંગ લગાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના પારડી અરિહંત ટાઉનશીપમાં 202  નંબરના ફ્લેટમાં રહેતા ધર્મેશભાઈ નારણભાઈ પટેલની યુવાન દીકરી રિદ્ધિએ ચાર માળની બિલ્ડીંગ ઉપર પોતાના ચપ્પલ અને ચશ્મા મૂકીને નીચે ઝંપલાવ્યું હતું, જેના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

રિદ્ધિના પિતા ધર્મેશભાઈ કોપરલી ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે . જ્યારે તેમના પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આમ અચાનક દીકરીએ ધાબા ઉપરથી મોતની છલાંગ લગાવ્યાની જાણ થતા જ શિક્ષક દંપતીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. યુવાન દીકરીને તાત્કાલિક પારડીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ રિદ્ધિને મૃત જાહેર કરી હતી.

આ ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલ યુવતી રિદ્ધિ કોઈ બીમારીથી પીડાતી હોવાનું સામે આવ્યું હતું. આ બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોય તેવું મનાઇ રહ્યું છે. જોકે પોલીસે મોતનું સાચું કારણ જાણવાસ તપાસ હાથ ધરી છે.