ક્લાસ રૂમમાં જતા પહેલા આ મહિલા શિક્ષિકાએ બાળકો સાથે કર્યું એવું મજાનું કામ કે વીડિયો જોઈને લોકોએ કહ્યું, “કાશ આ અમારી શિક્ષિકા હોતી !” જુઓ વીડિયો

થોડા દિવસ પહેલા જ વેકેશન પૂર્ણ થયું અને સ્કૂલો પણ રાબેતા મુજબ હવે શરૂ થઇ ગઈ છે. કોરોનાના કારણે શિક્ષણ કાર્ય ઉપર મોટી અસર થઇ હતી અને શાળા કોલેજો બંધ કરી અને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે બધું જ બરાબર થતા બાળકો પણ સ્કૂલમાં પહોંચી રહ્યા છે. નાના બાળકોને સ્કૂલમાં આવકારવા માટે અને તેમનું મન સ્કૂલમાં લાગે તે માટે થઈને શિક્ષકો પણ અવનવા પ્રયાસો કરતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક શિક્ષિકા તેના વિદ્યાર્થીઓને ક્લાસ પહેલા શુભેચ્છા પાઠવતી જોવા મળી રહી છે. ટૂંકી ક્લિપમાં શિક્ષકને મળ્યા પછી વર્ગખંડમાં પ્રવેશતા બાળકોની લાઇન બતાવવામાં આવી છે. વાયરલ ક્લિપ મૂળ રૂપે એલ્વિન ફુ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી અને બાદમાં અન્ય વપરાશકર્તાઓ દ્વારા તેને રીટ્વીટ કરવામાં આવી હતી.

અભિનેતા જેમ્સ વૂડે તેની ટ્વીટમાં કહ્યું, ‘કલ્પનાત્મક સૌથી સુંદર વસ્તુ. કેવા મહાન શિક્ષક છે.’ વીડિયોમાં શિક્ષક દરેક વિદ્યાર્થીને ખાસ રીતે શુભેચ્છા પાઠવતા જોવા મળે છે. તે તેમાંના કેટલાક સાથે હાથ મિલાવતી જોવા મળી હતી, જ્યારે અન્ય બાળકોને પણ ગળે લગાવતી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષક સાથે હાથ મિલાવતા પણ જોવા મળે છે.

આ વીડિયો ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી. ટીચરની આ સ્ટાઈલ ટ્વિટર યુઝર્સને ખુબ જ પસંદ  આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ ક્યૂટ.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘ઉત્તમ! આ ઉદાહરણ અન્ય સ્થળોએ પણ અનુસરવું જોઈએ. શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને જો તેઓ સારા અને દયાળુ હોય, તો તે આશીર્વાદરૂપ બને છે.

Niraj Patel