કરોડો ભારતીયોની આશા પર પાણી ફેરવી નાખ્યું, બજેટમાં ટેક્સમાં મામલે થઇ આ વાત, નોકરિયાત અને બિઝનેસ વાંચો

આ વર્ષે 2024 ના બજેટમાં સામાન્ય લોકોને ઘણી બધી આશાઓ હતી, પણ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં ખાસ જાહેરાતથી લોકોનું ધ્યાન તેમના બજેટ ભાષણના સમય પર હતું, કારણ કે નિર્મલા સીતારમણ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ વાંચવાનો રેકોર્ડ ધરાવે છે.

આજે ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે સવારે બજેટ રજૂ કર્યું. પરંતું ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયા. વચગાળાનાં બજેટમાં કોઈ મોટી જાહેરાત ના કરાઈ. બજેટમાં કરદાતાઓને કોઈ રાહત આપવામાં આવી નથી.

ગત વર્ષના આવકવેરા ચાલુ રહેશે. કરવેરાના માળખામાં કોઈ જ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી. જે નાગરિકો માટે નિરાશાજનક બની રહ્યું છે. ફાયનાન્સ મિનિસ્ટરે જણાવ્યું હતું કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે. અમારી ગવર્મેન્ટનું ફોક્સ પારદર્શક શાસન પર છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે. આ બજેટમાં 4 જાતિઓના વિકાસ પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે. આ 4 જાતિઓ બીજી કોઈ નહીં પણ ગરીબ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો છે.

જાણી લો કે થોડા દિવસો પહેલા ખુદ પીએમ મોદીએ આ ચાર સૌથી મોટી જાતિઓ વિશે જણાવ્યું હતું. અને કહ્યું હતું કે તેમનું ધ્યાન આ ચાર જ્ઞાતિઓ પર છે . વધુમાં તેઓએ કહ્યું કે બધા માટે ઘર, દરેક ઘર માટે પાણી અને બધા માટે ઈલેક્ટ્રીસીટી પર ભાર મૂકવામાં આવ્યો છે.

80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું. આ સિવાય ખેડૂતો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ ગ્રામીણ અર્થતંત્ર પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તમામ વાજબી લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહ્યું. તેમના સર્વાંગી, સર્વસ્પર્શી અને સમાવેશી વિકાસ માટે કામ ચાલી રહ્યું છે.

નવાઈની વાત એ છે કે ઇન્ડિયન ગવર્મેન્ટએ આ વખતે ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત આપી નથી. જો તમે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમારી 2.5 લાખ રૂપિયા સુધીની આવક હજુ પણ કરમુક્ત રહેશે. જો કે, ઇન્કમટેક્સ એક્ટના સેક્શન 87A હેઠળ, તમે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો.

YC