હજુ પણ 9 લોકોને કચડી નાખના તથ્ય પટેલને નહિ મળે ઘરનું જમવાનું…જાણો વિગત
અમદાવાદમાં 19 જુલાઇએ મોડી રાત્રે એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે ગાડી હંકારી ગમખ્વાર અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઇને અપડેટ આવી છે. તથ્ય ઘરનું જમવા માટે તરસી રહ્યો છે પણ હજુ તેને જેલનું જ જમવાનું જમવું પડશે. તથ્યના વકિલ દ્વારા આ કેસમાં કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી અને આ સાથે તેને જેલમાં મળવાની બાબતે પણ રજૂઆત કરાઇ હતી.
તથ્યના વકીલ દ્વારા કરાઇ કેટલીક રજૂઆત
તથ્યના વકીલ દ્વારા આરોપીની તરફેણમાં કોર્ટમાં કેટલાક મુદ્દે રજૂઆત કરાઇ હતી. જેમાં જેલમાં આરોપીને મળવા દેવામાં ન આવતા હોવાની રજૂઆત કરાઇ હતી. ત્યારે આ રજૂઆત સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા જેલ સુપ્રિટેન્ડન્ટને આદેશ કરાયો કે આરાપી સાથે વકીલની મુલાકાત કરવા દેવાય.
ઘરનું જમવાનું મળે તેવી રજૂઆત કરાઇ
કોર્ટે વકીલને મુલાકાતનો 30 મિનિટનો સમય આપવા જેલ સુપ્રિટેન્ડન્ટને આદેશ આપ્યો છે. જો કે, આ ઉપરાંત તથ્યને ઘરનું જમવાનું મળે તેવી પણ રજૂઆત કરાઇ હતી પણ હજુ આમાં છૂટછાટ અપાઇ નથી, એટલે તથ્યને હજુ જેલનું જમવાનું જ જમવું પડશે.
જામીન અરજી થઇ ના મંજૂર
ત્યારે આ કેસમાં હાલમાં બીજી પણ અપડેટ આવી છે, જામીન અરજીને લઈને કોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે અને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરાઇ છે.