મિત્રોએ પણ નફ્ફટાઈની હદ વટાવી, અકસ્માત પછી મિત્રોએ ઘરે જતા પહેલા જે કર્યું હતું એ જાણીને લોહી ઉકળી ઉઠશે..

તથ્યના મિત્રો અકસ્માત બાદ ઘરે જઈને એવું કામ કર્યું કે લોહી ઉકળી જશે લોહી

Disclosure about Tathya Patel’s friends : ઇસ્કોન બ્રિજ પર બનેલી ગોઝારા અકસ્માતની ઘટના યાદ આવતા આજે પણ ગુજરાતીઓના રૂંવાડા ઉભા થઇ જાય છે. આ ઘટનામાં તથ્ય પટેલ નામના નબીરાએ પોતાની લક્ઝુરિયસ જેગુઆર કાર પુરપાટ ઝડપે હંકારી 9 જિંદગીઓ છીનવી લીધી અને એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું. એમ 10 લોકોના પરિવારને ઉજાળનારો તથ્ય પટેલ તો હાલ જેલમાં છે અને આ કેસમાં તેના વિશેના એક પછી એક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

મિત્રો વિશે થયો ચોંકાવનારો ખુલાસો :

ત્યારે હવે આ ઘટના દરમિયાન તથ્ય પટેલ સાથે તેની કારમાં બેઠેલા તેના મિત્રો વિશે પણ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જયારે અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય ઉપરાંત અન્ય પાંચ લોકો પણ કારમાં સવાર હતા, જેમાંથી ત્રણ તો યુવતીઓ પણ હતી. ત્યારે જયારે તથ્યએ અકસ્માત સર્જ્યો ત્યારે લોકોએ તેને બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો, પરંતુ આ દરમિયાન તથ્યના મિત્રો ત્યાંથી રફુચક્કર થઇ ગયા હતા, પરંતુ ઘરે જતા પહેલા તેમને જે કર્યું તે ખરેખર હેરાન કરનારું છે.

અકસ્માત બાદ પણ નાસ્તા પાણી કરવા ગયા હતા :

કોર્ટમાં તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં એવો ખુલાસો પણ સામે આવ્યો છે કે અકસ્માત બાદ રફુચક્કર થઇ ગયેલા મિત્રોએ ઘરે જતા પહેલા એક ફૂડ ઝાયન્ટમાં ભેગા થઈને નાસ્તો પણ કર્યો હતો. તથ્યએ અકસ્માત સર્જ્યો અને રોડ પર લાશો પથારી ગઈ, એ વાતની જાણ તેના મિત્રોને પણ હતી છતાં તેઓ ત્યાંથી ભાગી ગયા અને એકસ્થળે ભેગા થઈને નાસ્તા પાણી પણ કરી રહ્યા હતા. ત્યારે દરેકને સવાલ થાય કે આવું કર્યા બાદ પણ ગળેથી કોળિયો કેવી રીતે ઉતરી શકે.

મિત્રોએ તથ્યને સ્પીડ ધીમી કરવાની આપી હતી સૂચના :

અકસ્માત બાદ મિત્રો ઘટના સ્થળેથી ભાગી ઉદગમ સ્કૂલ – થલતેજ રોડ પર આવેલા એક ફૂડ ઝાયન્ટમાં ભેગા થયા અને ત્યાં નાસ્તા પાણી પણ કર્યું હતું. તથ્યના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે તે ખુબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. જયારે ઇસ્કોન બ્રિજ પર તથ્યની કારે લોકોને ટક્કર મારી તે પહેલા પણ તેના મિત્રોએ તથ્યને ગાડી ધીમી કરવાની સલાહ આપી હતી, પરંતુ તથ્ય બેફામ બન્યો અને આજે 10 પરિવારોમાં માતામ પ્રસરાવવા માટે જવાબદાર બન્યો.

Niraj Patel