ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની મેટરમાં થયો સૌથી મોટો ખુલાસો

Police can file charge sheet : અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર 19 તારીખે મધરાતે થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલ અકસ્માત જોઇ રહેલા ટોળા પર તેજ રફતાર જેગુઆર કાર તથ્ય પટેલે ચઢાવી દીધા 10 લોકો મોતને ભેટ્યા હતા, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.

ત્યારે આ ઘટનામાં ટ્રાફિક પોલીસે FSL કાર ચાલક તથ્ય પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને ત્રણ વખત રિકન્સ્ટ્રક્શન કર્યું અને FSLની ટીમે ટ્રાફિક પોલીસને રિપોર્ટ સોંપ્યો. જેમાં અકસ્માત દરમિયાન કારની સ્પીડ 140 કિમીથી વધુ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું. ત્યારે હવે તથ્ય પટેલ કેસને લઇને સૌથી મોટા સમાચાર એ છે કે પોલીસ આજે સાંજ સુધીમાં તથ્ય વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરી શકે છે.

તથ્ય વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરે તેવી શક્યતા
પોલીસને તથ્ય વિરુદ્ધ પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં સફળતા મળી છે અને પોલીસે ઘણા પુરાવા એકઠા કર્યા છે. જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. ત્યારે હવે આજે પોલિસ તથ્ય વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરે તેવી શક્યતા છે. પોલિસે જે પૂરાવા એકત્ર કર્યા છે, તેમાં FSLના રિપોર્ટ પ્રમાણે અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું અને રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું તેમજ કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું છે. આ ઉપરાંત આ કેસમાં 17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે અને કોલ ડિટેઈલમાં તથ્યની અકસ્માત સ્થળે હાજરી પણ હોવાનું છે.

તથ્ય જ ડ્રાઇવિંગ સીટ પર હોવાનું DNA રિપોર્ટમાં સામે આવ્યુ
આ ઉપરાંત અકસ્માત સમયે તથ્ય જ ડ્રાઇવિંગ સીટ પર હોવાનું DNA રિપોર્ટમાં સામે આવ્યુ છે. ત્યારબાદ એ છે કે તેણે જે બીજા અકસ્માત સર્જ્યા છે તે અને FSLએ કરેલ રિકન્ટ્રક્શના પુરાવા..જણાવી દઇએ કે, અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું ત્યારે હવે એવું કહેવાઇ રહ્યુ છે કે પોલીસ આજ સાંજ સુધીમાં તથ્ય વિરૂદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. તે બાદ તથ્યનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.

આ અકસ્માતને પગલે એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદી, SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે. તથ્ય પટેલ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર, 3 DCP, JCP, 5 PI તપાસમાં જોડાયા છે.

Shah Jina