ટાટાના આ શેર પર સતત લાગી રહી છે લોઅર સર્કિટ, બિચારા ઇન્વેસ્ટરો રાતે પાણીએ રડ્યા, શેરનું નામ જાણો

ટાટાનો આ દિગ્ગજ શેરે પહેલા કર્યા માલામાલ, હવે કરવા લાગ્યો કંગાળ, બિચારા ઇન્વેસ્ટરો રાતે પાણીએ રડ્યા, શેરનું નામ જાણો કોમેન્ટમાં….

ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેર રોકાણકારોને ભારે નુકશાન પહોંચાડી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં આ સ્ટોક પોતાના રોકાણકારોને એક શેર પર લગભગ 2000 રૂપિયાનું નુકશાન કરાવી રહ્યો છે. આજે પણ તેમાં 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે અને આ 6473 રૂપિયા પર આવી ગયો છે. સતત છઠ્ઠા સત્રમાં લોઅર સર્કિટ લાગી છે. આ અવધિમાં 18 ટકાથી વધારે તે ગબડી ચૂક્યો છે.

જો કે, આ ઘટાડા છત્તાં પણ છેલ્લા એક મહિનામાં 10 ટકા વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં રોકાણકારોના પૈસાને અઢી ગણા કર્યા છે. આ દરમિયાન તેમાં 136 ટકાથી વધારે ઉછાળો આવ્યો છે. આ વર્ષની વાત કરીએ તો ટાટા ઇન્વેસ્ટમેન્ટે પોતાના ઇન્વેસ્ટર્સને લગભગ 52 ટકા રિટર્ન આપ્યુ છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોક 835.70 રૂપિયાથી આ મુકામ સુધી પહોંચ્યો છે.

આનો 52 સપ્તાહનો હાઇ 9756.85 રૂપિયા અને લો 1730 રૂપિયા છે. RBI નિયમ અનુસાર, ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સંસને સપ્ટેમ્બર 2025 સુધી લિસ્ટ હોવું અનિવાર્ય છે, કારણ કે આને ઉપરી સ્તરની એનબીએફસીના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવી છે. પહેલા આને ઇન્વેસ્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવતી હતી.

આ એક નોન બેન્કિંગ ફાઇનેંસ કંપની છે, જે મુખ્યરૂપે ઇક્વિટી શેર અને ઇક્વિટી સંબંધિત સિક્યોરિટી જેવા લોન્ગ ટર્મ રોકાણમાં સામેલ છે. કંપની ફેબ્રુઆરી 2008 માં ટાટા સંસ પ્રાઇવેટ લિમિટેડની સહાયક કંપની બની ગઇ. ટાટા સમૂહની અન્ય કંપનીઓ સાથે ટાટા સંસ પાસે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ચુકતા પુંજી લગભગ 73.38% ભાગ છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી. )

Shah Jina