ચહેરો છુપાવતા અજાણ યુવક સાથે જોવા મળી કરીના કપૂરની થનારી ભાભી તારા સુતારીયા, પણ કેમેરામાં દેખાઈ ગયું બધું જ

અભિનેત્રી તારા સુતારીયાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં તેના ફિટનેસ, સુંદરતા અને અભિનયની ખુબ પ્રશંસા કરવામાંઆ આવી હતી. તારા બોલીવુડની ફેશન ડીવા માનવામાં આવે છે અને તે હંમેશા અલગ અલગ આઉટફિટમાં જોવા મળે છે, તેના દરેક આઉટફિટ ખુબ જ સુંદર અને અન્યથી એકદમ અલગ જ હોય છે. ફિલ્મોથી દૂર તારા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક સ્ટાઈલિશ તસવીરો શેર કરતી રહે છે.

તારા સુતારીયાની ફિલ્મ એક વિલેન રિટર્ન્સ અમુક દિવસો પહેલા જ રિલીઝ થઇ હતી, જે દર્શકોએ ખુબ પસંદ કરી હતી. જો કે તારા પોતાની ફિલ્મો કરતા વધારે પોતાની સ્ટાઈલિશ અદાઓ અને આદર જૈન સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. તારા-આદર ઘણા ઇવેન્ટ કે ફંક્શનમાં એકસાથે સ્પોટ થાય છે, અને બંને સારી એવી બોન્ડીગ ધરાવે છે.

એવામાં ગત દિવસોમાં તારા એક અજાણ જાણ્ય વ્યક્તિ સાથે જોવા મળી હતી, જેને લીધે લોકોના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.તારાનો આ વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે એક અજાણ વ્યક્તિ સાથે દેખાઈ રહી છે, અને બંને એકબીજાના ખુબ જ ક્લોઝ પણ દેખાઈ રહ્યા છે.

આ સમયે તારાએ બ્લેક ઓફ શોલ્ડર ક્રોપ ટોપ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું, લાઇટ મેકઅપની સાથે તારાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. તારનું ટોપ એટલુંડીપ હતું કે તેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી હતી, હંમેશાની જેમ તારાએ આ લુકમાં પણ હોટનેસનો તડકો લગાવ્યો હતો. જ્યારે તેની સાથેનો મિસ્ટ્રી બોય બ્લુ આઉટફિટમાં જોવા મળ્યો હતો. બંને જેવા જ બહાર નીકળ્યા કે મીડિયાના કેમેરામાં કેપ્ચર થઇ ગયા હતા.

અને મિસ્ટ્રી મેને પણ મીડિયાને જોતા જ પોતાનો ચેહરો છુપાવવાની કોશિશ કરી હતી, તેમણે હૂડીની કેપથી પોતાનો ચેહરો લિકિવર કરેલો હતો, જેને લીધે તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાયો ન હતો, જ્યારે તારા એકદમ બિંદાસ અંદાજમાં જોવા મળી હતી, અને તેણે મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. મિસ્ટ્રી બોય પોતાનો ચેહરો છુપાવતા તરત જ ગાડીમાં બેસી ગયો હતો. વીડિયો સામે આવતા જ લોકો કહી રહ્યા છે કે આખરે આ અજાણ વ્યક્તિ કોણ છે અને શું તે આદરને દગો આપી રહી છે કે પછી બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે?

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો કે અમુક લોકોનું માનવું છે કે તારા સાથેનો આ મિસ્ટ્રી બોય બીજું કોઈ નહિ પણ અભિનેતા કાર્તિક આર્યન છે.તારા-આદરના રિલેશનશીપની ખબરો લગાતાર ચર્ચામાં બનેલી રહે છે.એવામાં તારા સાથે આ મિસ્ટ્રી મેન જોવા મળતા લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. જણાવી દઈએ કે આદર કરિશ્મા-કરીનાના ફઈ રીના જૈનનો દીકરો છે.

Krishna Patel