ચહલની પત્ની ડાન્સ કરતા કરતા થઇ ઇજા, ધનશ્રી વર્મા વોકરની મદદથી ચાલવા માટે મજબૂર, વીડિયો જોઈને લોકોએ કહ્યું આખરે શું થયું ધનશ્રીને?

ધનશ્રી વર્માને ઘૂંટણમાં થઇ ઇજા,હોસ્પિટલમાં વોકરની મદદથી ચાલતી જોવા મળી, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચહલની પત્ની ધનશ્રી ફેમસ ડાન્સર છે. ધનશ્રી પાસે ડાન્સને લગતી યુટ્યુબ ચેનલ પણ છે, આ ચેનલના લાખોમાં સબસ્ક્રાઈબર્સ છે. ધનશ્રી બોલીવુડના ગીતો રીક્રિએટ કરે છે. આ સિવાય તે હિપ-હોપની તાલીમ પણ આપે છે. તે આ યુટ્યુબ ચેનલ પર તેની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરે છે. ધનશ્રીએ ડીવાય પાટીલ ડેન્ટલ કોલેજ, નવી મુંબઈમાંથી અભ્યાસ કર્યો છે.

 

એકવાર ધનશ્રીએ કહ્યું હતું કે ચહલ તેના ઓનલાઈન ડાન્સ ક્લાસમાં જોડાયો હતો, અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. હાલમાં જ ધનશ્રી વર્મા ઘણી ચર્ચામાં આવી હતી. ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ‘ચહલ’ અટક હટાવી દીધી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે પણ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘ન્યૂ લાઈફ લોડિંગ.’

ચહલની પોસ્ટ અને ધનશ્રીએ ચહલ સરનેમ હટાવ્યા બાદ તેમના સંબંધો વિશે અફવાઓનું બજાર ગરમ હતુ. જો કે, ધનશ્રીએ આ અફવાઓ ન ફેલાવા કહ્યુ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લવસ્ટોરી ઘણી રસપ્રદ છે. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન બંને વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં ધનશ્રીએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ચહલે તેના ઓનલાઈન ક્લાસમાં પ્રવેશ મેળવ્યો હતો અને તે દરમિયાન ચહલને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.

એવામાં ગત દિવસોમાં ધનશ્રીએ એવો વીડિયો શેર કર્યો કે તેને જોઈને લોકો હેરાન રહી ગયા છે.ધનશ્રીને હાલમાં જ ડાન્સ કરવાના સમયે પગના ઘૂંટણમાં ઇજા થઇ હતી અને તેણે ત્યારથી લઈને સર્જરી સુધીની સફર વીડિયોમાં દેખાડી છે.ડાન્સ કરવાના સમયે લિગામેન્ટ ફાટવાને લીધે તેના ઘુંટણી સર્જરી થઇ હતી,ઘાયલ થવાથી લઈને સોજેલા ઘૂંટણ, ફિઝિયોથેરાપી પછીની રિકવરી પણ તેણે દુનિયાને દેખાડી છે.

તે હોસ્પિટલમાં વોકરની મદદથી ચાલતી પણ જોવા મળી રહી છે.છતાં પણ ધનશ્રી એકદમ સાહસી અને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી હતી. ધનશ્રીએ વીડિયો શેર કરીને લખ્યું કે,”હું એક ચેમ્પિયન છું અને તમે મને સિંહથી પણ વધારે ગર્જના કરતા સાંભળશો. એકલા લડવા માટે પૂરતા મજબૂત બનો અને તમારા નંબરની રાહ જોવા માટે પૂરતા બુદ્ધિમાન બનો.કઠિન સમય આવશે અને જશે, પણ પોતાના આસપાસથી સજાગ રહો અને દરેક અબુભવથી શીખો. મને થોડો સમય લાગ્યો પણ હું અહીં છું”.

ધનશ્રીએ સર્જરીની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે,”સફળ સર્જરી થઇ છે. જીવનનો દરેક આઘાત સારા કમબેક માટેનું એક સેટઅપ છે. પહેલાની તુલનામાં વધારે મજબુત થવું જોઈએ, કેમ કે ભગવાને તમારા સારા કમબેક માટે આ પ્લાન કર્યો છે. તમારા દરેકની પ્રાર્થનાઓ અને શુભકામનાનો માટે આભાર, લવ યુ”.

ચહલ અને ધનશ્રીએ ત્રણ મહિનાના પ્રેમ પછી જ સગાઈ કરી લીધી હતી અને ત્યારબાદ 22 ડિસેમ્બર 2020ના રોજ બંનેની સગાઈ થઈ હતી. તેઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. બંનેના લગ્ન દિલ્હીમાં થયા હતા. ચહલના લગ્ન સમયે ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં હતા તેથી તેઓ હાજરી આપી શક્યા ન હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ધનશ્રી વર્મા વ્યવસાયે ડેન્ટિસ્ટ પણ છે. તેણે મુંબઈની એક કોલેજમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો હતો, પરંતુ શરૂઆતથી જ તેને ડાન્સિંગ પસંદ હતું, તેથી તેણે ડાન્સને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું. વર્ષ 2017માં તેણે પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને ધીરે ધીરે તે ઘણી ફેમસ થઈ ગઈ. હવે ધનશ્રી વર્મા કોરિયોગ્રાફી જગતમાં જાણીતું નામ છે અને તેના ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થાય છે.

Krishna Patel