હાલ દેશભરમાં ગેનશ ઉત્સવની ધૂમ ચાલી રહી છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યા છે, જ્યાં રોજ હજારો ભક્તો દર્શન કરીને બાપ્પાના આશીર્વાદ લેતા હોય છે. ત્યારે ગણેશ પંડાલમાં ઘણા સેલેબ્સ પણ દર્શન કરવા આવતા હોય છે અને તેમના આવવાની ખબર સાંભળીને ચાહકો પણ ગાંડાઘેલા બની જતા હોય છે. ત્યારે હાલ એવો જ નજારો રાજુલાના ગણેશ પંડાલમાં પણ જોવા મળ્યો.
અમરેલીના રાજુલા-જાફરાબાદમાં યોજાઈ રહેલા ગણેશ મહોત્સવમાં ટીવીની લોકપ્રિય ધારાવાહિક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં કામ કરી ચૂકેલા કલાકારોએ હાજરી આપતા જ માહોલ બદલાઈ ગયો હતો. શોમાં ટપુનું પાત્ર નિભાવી ચૂકેલા અભિનેતા ભવ્ય ગાંધી અને સોઢીનું પાત્ર નિભાવી ચૂકેલા ગુરુચરણસિંહે હાજરી આપતા જ તેમને જોવા માટે માણવા મહેરામણ ઉમટી પડ્યું હતું.
આ બંને કલાકારોને જોવા માટે હજારો લોકો આવી પહોંચ્યા હતા. આ બંને કલાકારો રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કોળી સેનાના આગેવાન હીરાભાઈ સોલંકીના આમંત્રણને માન આપીને પધાર્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત પણ કરવાના આવ્યું થયુ. ગેનશ પંડાલમાં આ બંને કલાકારોએ બાપ્પાની આરતી ઉતારી બાપ્પાના આશીર્વાદ પણ લીધા હતા.
આસપાસના વિસ્તારોમાં પણ તારક મહેતાના કલાકારો ગણેશ પંડાલમાં આવી રહ્યા હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને ચાહકો પણ પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.ત્યારે આ પ્રસંગે ભવ્ય ગાંધીએ જણાવ્યું હતું કે “મુંબઈ જેવાં મોટાં શહેરોમાં ગણેશોત્સવ દરમિયાન ડેકોરેશન થાય એ સ્વભાવિક છે, પરંતુ નાનાં શહેરોમાં પણ બાળકો અને યુવાઓ દ્વારા ગણેશોત્સવ દરમિયાન જે ડેકોરેશન કરવામાં આવ્યું છે એ પ્રશંસાને પાત્ર છે.”