“હું આપઘાત નથી કરવાની એ કાન ખોલીને સાંભળી લો” બૉલીવુડની આ ખ્યાતનામ અભિનેત્રી વિરુદ્ધ કોણ રચી રહ્યું છે સાજીશ ? પોસ્ટ શેર કરી છલકાયું દર્દ

અભિનેત્રીએ બોલિવૂડ માફિયાનો ભાંડો ફોડ્યો: કહ્યું “કાન ખોલીને સાંભળો, હું આપઘાત નહીં કરું; તમે ગમે તેટલી પરેશાન કરો પણ….

અભિનેત્રી તનુશ્રી દત્તાની ગણતરી એવા કલાકારોમાં થાય છે જેઓ પોતાના મનની વાત નિર્ભયતાથી કરે છે. તનુશ્રીએ બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો સામે મોરચો ખોલ્યો છે. ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. આ વખતે તનુશ્રી તેની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે, જેમાં તેણે બોલિવૂડ માફિયા પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરતા તનુશ્રીએ એક લાંબી નોટ લખી છે. જેમાં તેણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું છે કે બોલિવૂડ માફિયા તેને પરેશાન કરી રહ્યા છે, પરંતુ તે ડરવાની નથી. તનુશ્રીએ પોસ્ટમાં લખ્યું, ‘મને પરેશાન કરવામાં આવી રહી છે અને નિશાન બનાવવામાં આવી રહી છે. કૃપા કરીને કંઈક કરો!’ તેણે આગળ લખ્યું, ‘સૌ પ્રથમ, છેલ્લા એક વર્ષમાં મારું બોલિવૂડ કામ બરબાદ થઈ ગયું છે. પછી એક મેડને પ્લાંટ કરવામાં આવી જેને મારા પાણીમાં દવાઓ અને સ્ટીરોઈડ ભેળવ્યા, જેના કારણે મને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ.”

તેને આગળ એમ પણ જણાવ્યું કે, “પછી જ્યારે હું ઉજ્જૈન ગઈ ત્યારે ત્યાં મારી કારની બ્રેક બે વાર બગડી હતી અને મારો અકસ્માત થયો હતો. હું મોતના મુખમાંથી બચી ગઈ અને પછી સામાન્ય જીવન જીવવા માટે 40 દિવસ પછી મુંબઈ પાછી આવી. હવે મારા બિલ્ડિંગમાં મારા ફ્લેટની બહાર વિચિત્ર અને બીભત્સ વસ્તુઓ થઈ રહી છે. તનુશ્રીએ આગળ લખ્યું કે એક વાત નક્કી છે કે હું આત્મહત્યા નહીં કરું. આ બધું કાન ખોલીને સાંભળો. હું અહીંથી ભાગી જવાની નથી. હું અહીં રહેવા આવી  છું અને મારી કારકિર્દીને ઊંચે લઈ જઈશ.

બોલિવૂડ માફિયાઓ, મહારાષ્ટ્રની જૂની રાજકીય સર્કિટ (જેનો અહીં હજુ પણ પ્રભાવ છે) અને ખરાબ માનસિકતા ધરાવતા રાષ્ટ્રવિરોધી ગુનેગારો સામાન્ય રીતે લોકોને હેરાન કરવા માટે આ રીતે કામ કરે છે. અભિનેત્રીએ એમ પણ લખ્યું કે મને ખાતરી છે કે ‘MeToo’ અને મેં જે NGOનો પર્દાફાશ કર્યો છે તે જ લોકો આ પાછળ જવાબદાર છે. તેના સિવાય અન્ય કોઈ મને કેમ નિશાન બનાવશે કે હેરાન કરશે ? થોડી શરમ રાખો ! મને કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો મારા શબ્દોને ફગાવી દેશે, પરંતુ હું ઘણા સમયથી ઇન્સ્ટા પર આ વિશે અપડેટ્સ પોસ્ટ કરી રહી છું.

તેણે કહ્યું કે આ ખૂબ જ માનસિક અને મનોવૈજ્ઞાનિક સતામણી છે. આ કેવું સ્થાન છે જ્યાં અન્યાય સામે ઊભા રહેવા માટે યુવાઓને હેરાન કરવામાં આવે છે અને મારવામાં આવે છે. હું ઈચ્છું છું કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અને સૈન્ય શાસન લાદવામાં આવે અને કેન્દ્ર સરકાર જમીન સ્તરની બાબતો પર પણ સંપૂર્ણ નિયંત્રણ લે. અહીં વસ્તુઓ ખરેખર હાથમાંથી નીકળી રહી છે.

મારા જેવા સામાન્ય લોકો પીડાય છે. અહીં કેટલાક મોટા પગલા ભરવાની જરૂર છે. આજે હું છું, કાલે તમે પણ બની શકો છો.’ તનુશ્રી દત્તાએ આગળ લખ્યું, ‘મને લાગે છે કે કેટલાક લોકોને ભૂતકાળમાં ઇન્સ્ટાગ્રામ પર આ બાબતો વિશેની મારી ચર્ચા ખૂબ જ ખરાબ લાગી છે. જો મારા જેવી કોઈ વ્યક્તિ જે આ બાબતો સાથે જોડાયેલી નથી તેને આ રીતે ટાર્ગેટ કરવામાં આવે તો બધી અફવાઓ સાચી હોવી જોઈએ. આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જ રહી નથી. કલાકારો અને અપરિણીત છોકરીઓ માટે હંમેશા સલામત આશ્રય હતો, જે હવે નથી.

Niraj Patel