6 રૂપિયાનો આ સ્ટોક પહોંચ્યો 700 રૂપિયાથી પણ વધુ, 1 લાખ રોકવાવાળાને મળી રહ્યા છે 1.20 કરોડ

1 લાખના થઇ ગયા છે 1.20 કરોડ, જલ્દી જુઓ ક્યાંક તમારી પાસે આ સ્ટોક નથી ને

શેર માર્કેટમાં રોકાણ કરવા માટે પૈસા જેટલા જરૂરી છે તેટલું ધૈર્ય પણ જરૂરી છે. ઘણીવાર એવું જોઇ શકાય છે કે કંપનીઓ રોકાણકારોને શોર્ટ ટર્મમાં જ સારુ એવું રિટર્ન આપી શકતી નથી. પરંતુ લોન્ગ ટર્મમાં કંપની રોકાણકારોને માલામાલ કરી દે છે. આજે અમે તમને એક એવી જ કંપની વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

ટાનલા પ્લેટફોર્મના એક શેરનો ભાવ ક્યારેક 6.10 રૂપિયા હતો, જે વધીને હવે 744 રૂપિયાથી વધુ પહોંચી ગયો છે. રોકાણકારો માટે છેલ્લું એક વર્ષ સારું રહ્યું નથી, જે દરમિયાન ટાનલા પ્લેટફોર્મના શેરની કિંમત 39 ટકા સુધી તૂટી ગઈ છે. જ્યારે વર્ષ 2022માં કંપનીના શેરના ભાવમાં 59.77 ટકાનો ઘટાડો નોંધાયો છે. જે રોકાણકારે 6 મહિના પહેલા કંપની પર દાવ લગાવ્યો હતો તેણે રોકાણ ફંડના 47 ટકા ગુમાવ્યા હશે.

જો કે, 5 વર્ષ પહેલા કંપની પર દાવ લગાવનારા રોકાણકારો આ સમયે નફામાં છે. છેલ્લા 5 વર્ષમાં ટાનલા પ્લેટફોર્મના શેરના ભાવમાં 2212 ટકાનો વધારો થયો છે. 26 ઓક્ટોબર 2012 કંપનીના એક શેરની કિંમત 6.10 રૂપિયા હતી. ગુરુવારે (27 ઓક્ટોબર 2022), કંપનીના શેરની કિંમત રૂ. 744.60 પર બંધ થઈ. એટલે કે, જે રોકાણકારે 10 વર્ષ પહેલાં કંપનીમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તેનું વળતર આજે વધીને રૂ. 1.20 કરોડ થયું હશે.

એટલે કે આ શેરે પોઝિશનલ રોકાણકારોને લાંબા ગાળા માટે સમૃદ્ધ બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી 2096 રૂપિયા છે. તે જ સમયે, 52 સપ્તાહની નીચી સપાટી 584.50 રૂપિયા છે. કંપની 2007માં BSE પર લિસ્ટ થઈ હતી.

Shah Jina