ખબર

આ પતિ પત્નીનો જન્મ પણ થયો એક જ દિવસે અને ધમગમન પણ એક જ દિવસે, સારસ બેલડી સમી જોડીના દર્શન થયા અસલ જીવનમાં

લગ્નના ફેરા ફરતા 7 વચનો લેવામાં આવે છે, પરંતુ એ વચનોમાંથી ભાગ્યે જ કોઈ એવા વચનો હશે જે નિભાવવામાં આવતા હશે, ત્યારે ઘણા લોકો પોતાના જીવન સાથી સાથે જીવવા મરવાના પણ વાયદા કરતા હોય છે, પરંતુ સમયની સાથે આવા વાયદાઓનું પણ કોઈ મહત્વ રહેતું જોવા નથી મળતું.

પરંતુ ટંકારા તાલુકાના લજાઈ ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. આ ગામમાં રહેતાના પતિ પત્નીનો જન્મ પણ એક જ દિવસે થયો હતો અને તેમનું અવસાન પણ એક જ દિવસે થતા તેમની જોડીને સારસ બેલડીની જોડી સાથે સરખાવવામાં આવી રહી છે.

લજાઈ ગામમાં રહેનારા વલમજીભાઈ ગણેશભાઈ વામજા અને તેમના ધર્મપત્ની દયાબેન વલમજીભાઈ વામજાએ એક સાથે જ 58 વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો. તે બંનેનો જન્મ પણ એક જ દિવસે 16/04/1964ના રોજ થયો હતો.

વલમજીભાઈએ સવારે 9 વાગે દેહ છોડી દીધો ત્યારબાદ તેમના પત્ની દયાબેને પણ 4 કલાકના અંતરાલ બાદ બપોરે 1 વાગે પોતાના પ્રાણ ત્યજી દીધા હતા. પરમાત્માએ પણ બંનેને જાણે સાથે જન્મવાનું, સાથે જીવન વિતાવવાનું અને સાથે જ પોતાની પાસે સ્વર્ગમાં બોલાવી લેવાનું નક્કી કરી લીધું હતું.

સોશિયલ મીડિયામાં તેમના સાથે ધમગમનની ઘટનાએ એક સાચા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલમજીભાઈ અને દયાબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ.