આ મશહૂર અભિનેત્રીએ ગુપચુપ કરી લીધા લગ્ન ? તસવીરોમાં ચાહકોનું જોવા મળી એવી વસ્તુ કે અભિનેત્રીની પકડાઇ ગઇ ચોરી

બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી ભલે ઓનસ્ક્રીન બહુ એક્ટિવ ન હોય, પરંતુ તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો તનિષાના ઇન્સ્ટાગ્રામ તસવીરો અને વિડિયોને પસંદ કરે છે અને કોમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવે છે. આ દરમિયાન તનિષાએ કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. તનિષાની આ તસવીરો સામે આવ્યા બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું તેણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે ? તનિષાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે. આ ત્રણમાંથી એક તસવીરમાં તેના પગ દેખાઈ રહ્યા છે.

તનિષાના પગમાં લગ્ન બાદ મહિલાઓ વીંછુડી પહેરે તે જોવા મળી રહી છે. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેણે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં આ વિશે પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની સ્ત્રીઓ લગ્ન પછી જ આવી વીંટી પહેરે છે. આવી સ્થિતિમાં, જ્યારે તનિષાના પગમાં આ વસ્તુ જોવા મળી ત્યારે ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. તનિષાની આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે.

આ સાથે જ ઘણા ચાહકો અભિનેત્રીના દેખાવ અને પગના વખાણ પણ કરી રહ્યા છે. તનિષાની આ તસવીરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. કેટલાક યુઝર્સ દ્વારા તનિષાની પોસ્ટ પર કોમેન્ટ કરીને સતત સવાલો પૂછવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- શું તમે પરિણીત છો? બીજાએ લખ્યું – મને લાગ્યું કે આ તમારી માતાના પગ છે. તે જ સમયે એક યુઝરે કહ્યું- શું તમે લગ્ન કરી લીધા છે?  તનિષાએ પોસ્ટમાં લખ્યું- મારા અંગૂઠામાં રેતી અને મારા આત્મામાં સમુદ્ર! હું જીવું છું તે દરેક ક્ષણની હું કદર કરું છું! મેં મારી જાતે બનાવેલું ક્રોશેટ ટોપ પહેરીને નવા વર્ષની શરૂઆત કરી!

લોકડાઉનમાં મેં મારી જાતને એક નવું કૌશલ્ય શીખવ્યું અને મર્યાદિત જીવનની તમામ બેચેનીને આ સુંદર સર્જનાત્મક ઊર્જામાં ફેરવી દીધી ! તનિષાએ 2003માં રિલીઝ થયેલી ‘Sssshh…’થી બોલિવૂડમાં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી તેણે ‘નીલ એન નિક્કી’, ‘સરકાર’, ‘ટેંગો ચાર્લી’ અને ‘વન ટુ થ્રી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. 2013 માં, તનિષા સ્પર્ધક તરીકે બિગ બોસની 7મી સીઝનમાં ગઈ હતી. આ સિવાય તેણે ખતરોં કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. તે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોડ નેમ અબ્દુલ’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

Shah Jina