કેન્સરથી જંગ હારી ગયા આર માધવનના કો-સ્ટાર, અચાનક મોતથી સિનેમા જગતમાં શોકની લહેર

હે ભગવાન, સુપરસ્ટાર R માધવનના કો-સ્ટારનું અચાનક નિધન, બધાને હસાવનાર એક્ટરે દુનિયાને કહ્યુ અલવિદા, જુઓ તસવીરો

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી એક દુખદ ખબર સામે આવી રહી છે, તમિલના જાણિતા એક્ટર વિશ્વેશ્વર રાવનું નિધન થઇ ગયુ છે. એક્ટરે ચેન્નાઇની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા. કેન્સરને કારણે એક્ટરનું મોત થયુ હોવાનું કહેવાઇ રહ્યુ છે. ત્યારે તેમની અચાનક વિદાયથી પરિવાર સાથે સાથે સાઉથ સિનેમામાં પણ માતમ ફેલાઇ ગયો છે અને ચાહકોને પણ આઘાત લાગ્યો છે.

તમિલ ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ માટે પ્રખ્યાત અભિનેતા વિશ્વેશ્વર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. તમિલ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર વિશ્વેશ્વર રાવના મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટરે તેમની સહાયક ભૂમિકાઓ અને કોમેડી પાત્રોથી સિનેમા જગતમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી.

તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ આર માધવનની ફિલ્મ ‘ઇવાનો ઓરુવન’માં તેમની ભૂમિકા માટે તેમને ઘણી પ્રશંસા મળી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વેશ્વર રાવે માત્ર છ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સાઉથ સુપરસ્ટાર અને વિક્રમની ફિલ્મ પીથમગનમાં લૈલાના પિતાના રોલથી લોકપ્રિયતા મેળવી હતી.

લૈલાના લોકપ્રિય ડાયલોગ ‘લુસા પા ની’ સાથેની ફિલ્મનો જેલ સીન એ અભિનેતાનો સૌથી પ્રખ્યાત સીન છે, જેના માટે તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય તેમણે બોલિવૂડથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાનું અભિનય કૌશલ્ય દેખાડનાર અભિનેતા આર માધવનની ફિલ્મ ‘ઈવાનો ઓરુવાન’માં દુકાનદારની ભૂમિકાથી પણ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

Shah Jina