તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા કેટલાક દિવસોથી તેમના કથિત બ્રેકઅપને કારણે હેડલાઇન્સમાં છે. બંને બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તાજેતરમાં, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને હવે અલગ થઈ ગયા છે. જો કે, તમન્ના અને વિજયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમન્ના અને વિજયને હાલમાં જ રવિના ટંડનની હોળી પાર્ટીમાં અલગ અલગ સ્પોટ કરવામાં આવ્યા હતા. આ પછી તમન્નાને રવિનાની દીકરી રાશાની બર્થ ડે પાર્ટીમાં સ્પોટ કરવામાં આવી. જ્યારથી રવિના ટંડનની દીકરી રાશા થડાનીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યુ છે, ત્યારથી બધાની નજર તેના પર છે.

આ હસીનાએ ફક્ત પોતાના ડાન્સ મૂવ્સથી જ બધાને મંત્રમુગ્ધ નથી કર્યા પરંતુ સ્ટાઇલની બાબતમાં પણ તે ઘણી આગળ છે. તમન્ના ભાટિયાએ રાશાની બર્થ ડે પાર્ટીમાં એન્ટ્રી કરતાની સાથે જ બધાની નજર તેના પર જ અટકી ગઇ. હવે બધા જાણે છે કે તમન્ના અને રાશા ખૂબ સારા મિત્રો છે. આવી સ્થિતિમાં તમન્ના પાર્ટીમાં બ્લેક લુકમાં પહોંચી હતી.

તેણે જે રીતે ડ્રેસ પર બ્લેઝર કેરી કર્યુ હતુ, તે સ્ટાઇલ ખૂબ જ જબરદસ્ત હતી. તમન્નાએ Dolce&Gabbana X SKIMS ના સ્વીટહાર્ટ નેકલાઇન બ્લેક બોડી ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેના બોડી કર્વ્સ સુંદર રીતે દેખાતા હતા, અને તેની સાથે Sergio Hudson ના બ્લેક-વ્હાઇટ પટ્ટાવાળા બ્લેઝરને કેરી કર્યુ હતુ. આ બ્લેઝરને તેણે શોલ્ડર પર રાખી ક્લાસી વાઇબ્સ આપ્યા.
View this post on Instagram
આ સાથે તમન્નાએ Christian Louboutin ની સ્ટાઇલિશ બ્લેક પમ્પ હીલ્સ પહેરી હતી અને Prada નું ક્રિસ્ટલ પાઉચ પણ કેરી કર્યુ હતું. આ સાથે તેણે કેટલીક એક્સેસરીઝ કેરી કરી હતી. જો કે તમન્નાનું બ્લેઝર જોઇ યુઝર્સને વિજયની યાદ આવી ગઈ. તમન્ના ભાટિયાએ જે બ્લેક-વ્હાઇટ બ્લેઝર પહેર્યુ હતુ એવું જ એકવાર વિજયે પણ પહેર્યુ હતુ, જેની સાથે તમન્નાની તસવીરો પણ છે.
View this post on Instagram
વિજયના કોટ જેવા જ કોટમાં અભિનેત્રીને જોયા પછી યુઝર્સે કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, “આ બ્લેઝર વિજયનું છે.” તમન્નાએ જે બ્લેઝર પહેર્યુ હતુ તે નવેમ્બર 2023માં જિયો વર્લ્ડ પ્લાઝાના ઉદ્ઘાટન વખતે વિજયે જે કોટ પહેર્યો હતો તેના જેવું જ હતુ. જણાવી દઇએ કે, બ્રેકઅપની અફવાઓ વચ્ચે, તમન્નાએ વિજય સાથેના તેના ફોટા ડિલીટ કર્યા નથી.