ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ હાલમાં જ અમદાવાદની ITC નર્મદા હોટલ પરિવાર સાથે પહોંચ્યા હતા, તેઓએ હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી જેની તસવીરો અને વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે ઘણા વાયરલ પણ થઇ રહ્યા છે. IPL 2025માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાવાની છે,

જેને લઇને હાર્દિક પંડ્યા અને બંને ટીમો અમદાવાદમાં છે, ત્યારે આ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળવા જાણિતા લોકકલાકાર જીગ્નેશ કવિરાજ તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન હાર્દિકની માતા નલિની પંડ્યા પણ જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, જીગ્નેશ બારોટને હાર્દિક પંડ્યાના માતા નલિની પંડ્યાએ ભાઇ બનાવ્યા છે જેને લઇને પંડ્યા અને બારોટ પરિવાર ઘણા ક્લોઝ છે.

હાર્દિક અને કવિરાજે ગુજરાતીમાં વાતો કરી હતી અને એકબીજાને ભેટ્યા પણ હતા. જીગ્નેશ કવિરાજે હાર્દિક પંડ્યા સાથે ઘણી તસવીરો પણ ક્લિક કરાવી હતી, જેમાં તેમની પત્ની અને બાળકો સહિત હાર્દિક પંડ્યાની માતા પણ જોવા મળી હતી.

જણાવી દઇએ કે, આજે એટલે કે 29 માર્ચે અમદાવાદમાં ગુજરાત અને મુંબઈ સામ સામે ટકરાશે. બંને ટીમો હાલ અમદાવાદમાં છે અને મેચ માટે પ્રેક્ટિસ કરી રહી છે. આ હાર્દિકની પહેલી મેચ છે, હાર્દિક પંડ્યા આ મેચથી કમબેક કરશે. કારણ કે પ્રતિબંધને કારણે તે પહેલી મેચ રમી શક્યો નહોતો.
View this post on Instagram