અફઘાનિસ્તાન ઉપર કબ્જો મેળવ્યા બાદ તાલિબાનીઓ કરી રહ્યા છે એવી હરકતો કે વીડિયો જોઈને તમે પણ ગુસ્સો આવશે

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર કક્બ્જો કરી લેવામાં આવ્યા છે, જેના કારણે અફઘાનિસ્તાનના લોકો પોતાનો જીવ બચાવી અને  દેશ છોડી ભાગવા માટે પણ મજબુર બની ગયા છે, આ દરમિયાન અફઘાનિસ્તાનના લોકોની દયનિય સ્થિતિના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આપણે જોયા.

દેશ છોડીને ભાગી રહેલા અફઘાનીઓ કાબુલ એરપોર્ટ ઉપર આવ્યા હતા અને ત્યાં માહોલ એવો સર્જાયો હતો કે તે જોઈને કોઈનું પણ હૃદય હચમચી જાય. એરપોર્ટ ઉપર બસસ્ટેન્ડ જેવી ભીડ જામી હતી અને લોકો દેશ છોડવાના ચક્કરમાં પ્લેન ઉપર લટકીને પણ જવા માટે મજબુર બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે હવે તાલીબાનીઓ અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ આખરે ત્યાં શું કરી રહ્યા છે તેના પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે. જે જોઈને કોઈને પણ ગુસ્સો આવી શકે તેમ છે. આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે તાલિબાનીઓ જિમની અંદર મોજ મસ્તી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો સામે આવેલા બીજા એક વીડિયોની અંદર પણ તાલિબાનીઓ કોઈ પાર્કની અંદર કાર રાઈડની મજા માણતા દેખાઈ રહ્યા છે. આ પણ તેમની એક દહેશતગર્દીનું એક મોટું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. તેને જોઈને પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો બીજો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બાળકો માટે બનાવેલા ચિલ્ડ્રન પાર્કમાં ઘૂસીને બાળકો માટે બનાવેલા રમકડાના ઘોડા ઉપર રમતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને જોઈને પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે અને કહી રહ્યા છે કે બાળકોની ખુશી છીનવી આ લોકો મોજ મસ્તી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો અન્ય એક વીડિયોની અંદર અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી હામિદ કરઝાઈ દ્વારા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છોડવામાં આવેલી દરેક વસ્તુઓનું વિવરણ બતાવવામાં આવ્યું છે, જેમાં ઘણી જ બંદુકો અને બીજો સામાન પણ કાબુલ એરપોર્ટ ઉપર જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

અફઘાનિસ્તાનમાં ઘણા ભારતીયો પણ ફસાયા છે અને ભારત સરકાર દ્વારા તેમને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે ભારતીય વાયુસેનાનું એક વિમાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા 120 ભારતીય લોકોને લઈને જામનગર આવી પહોંચ્યું હતું. જેમનું સ્વાગત જામનગર એરપોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું.

 

Niraj Patel