ઉકળતા તેલની અંદર હાથ નાખીને ગ્રાહકોને ભજીયા આપે છે આ દુકાનદાર, જોઈને તમારી આંખો ઉપર પણ વિશ્વાસ કરવો પડી જશે ભારે, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર લોકો પોતાના ટેલેન્ટને બતાવવાની કોઈ તક ચુકતા નથી, ઘણીવાર સોશિયલ મીડિયામાં ઘણા લોકોના એવા અદભુત ટેલેન્ટ જોવા મળતા હોય છે જેને જોઈને આપણી પણ આંખો ચાર થઇ જાય. હાલ એવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે ઉકળતા તેલમાંથી ભજીયા કાઢી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ખુશીથી ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા કાઢતો જોવા મળે છે. જેને જોઈને તમારી આંખો પણ ફાટી જશે. વીડિયોમાં એક વ્યક્તિ ઉકળતા તેલમાં હાથ નાખીને ખૂબ જ આસાનીથી પકોડા કાઢતો જોવા મળી રહ્યો છે.વીડિયો જોઈને લોકો વિચારી રહ્યા છે કે શું ખરેખર આ શક્ય છે?

વીડિયોમાં દેખાતો વ્યક્તિ નિર્ભયતાથી ઉકળતા તેલમાં હાથ નાખે છે અને ભજીયાને બહાર કાઢીને કાગળ પર મૂકે છે. આ પછી ઉપરથી મસાલો છાંટીને ગ્રાહકને આપે છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો રાયપુર બસ સ્ટેન્ડનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Harish Goswami (@__harish_goswami__)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ અદ્ભુત વસ્તુઓ કરીને બધાને ચોંકાવી દે છે. વીડિયો જોઈને તમારે આવું કરવાની ભૂલ ન કરવી જોઈએ, નહીં તો પરિણામ ખૂબ જ ખરાબ આવી શકે છે. આ કોઈ ટ્રીક પણ હોઈ શકે છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. વાયરલ થઈ રહેલા આ વીડિયોએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઈક કર્યો છે અને લાખો લોકોએ તેને જોયો છે.

Niraj Patel