મનોરંજન

બેગમ કરીના ખાનનાં આ છે Favorite Boys, ખોલ્યુ રહસ્ય જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોશિયલ મીડિયામાં ઘણીએ એક્ટિવ રહે છે. કરીના તેની તસ્વીર અને વિડીયો શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. કરીના કપૂર ખાન સોશિયલ મીડિયામાં રેયર અને અનસીન તસ્વીર શેર કરવા માટે જાણીતી છે. એક્ટ્રેસએ હાલમાં જ બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરી હતી. જે ઘણી વાયરલ થઇ હતી. હવે એક્ટ્રેસે વધુ એક તસ્વીર શેર કરી છે જે જોઈને તમારા ચહેરા પર મુસ્કાન આવશે.

હાલમાં જ કરીનાએ એક તસ્વીર શેર કરી છે. જેમાં સૈફ અલી ખાન તેના દીકરા ઇબ્રાહિમ અલી ખાન અને તૈમુર અલી ખાન સાથે પોઝ આપતો નજરે ચડે છે. તસ્વીર શેર કરીને કરીના કપૂરે કેપ્સનમાં લખ્યું હતું કે, મનપસંદ યુવક, બાપ-દીકરાઓ.

આ તસ્વીરમાં સૈફ અલી ખાન અને તૈમુર સફેદ કલરના કુર્તા અને પાયજામામાં નજરે આવી રહ્યા છે તો ઇબ્રાહિમ બ્લુ ટીશર્ટમાં નજરે આવી રહ્યો છે. કરીનાની આ તસ્વીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, એક્ટ્રેસ કરીના કપૂર જલ્દ્દી જ બીજા બાળકને જન્મ આપશે. હાલમાં જ કરીનાએ તસ્વીર શેર કરી હતી. જેમાં તે શૂટિંગ સેટ પર નજરે આવી રહી છે. કરીના કપૂર તસ્વીરમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરવમાં આવે તો તે છેલ્લે અંગ્રેજી મીડીયમમાં નજરે આવી હતી. આ ફિલ્મમાં કરીના કપૂર અને ઈરફાન ખાને લીડરોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં કરીના કપૂર પોલીસ અધિકારીનો રોલ નિભાવ્યો હતો. આ પહેલા તે ગુડ ન્યુઝમાં જોવા મળી હતી. જેમાં તે દિલજિત દોસાંઝ, અક્ષય કુમાર અને કિયારા અડવાણી સાથે લીડ રોલમાં હતી. કરીના કપૂર જલ્દી જ લાલ સિંહ ચડ્ડામાં નજરે આવશે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે લીડ રોલમાં નજરે આવશે.