લંડન ટ્રીપમાં સૈફ-કરીનાએ કેમેરા સામે આપ્યા પોઝ, પણ તૈમુરે હમેંશાની જેમ કેમેરો જોતા જ આપ્યું આવું રિએક્શન

બોલીવુડ અભિનેત્રી અને નવાબ સૈફ અલી ખાનની બેગમ એવી કરીના કપૂર ખાન પોતાના બેબાક અંદાજ માટે જાણવામાં આવે છે.બે બાળકોની માતા બન્યા પછી પણ કરીનાની ફિટનેસ લાજવાબ છે. બંને બાળકોની સંભાળ લેવાની સાથે સાથે કરીના પોતાના કામને પણ પૂરતો સમય આપે છે. એવામાં પોતાના કામમાંથી બ્રેક લઈને કરીના પોતાના મોટા દીકરા તૈમુર અને સૈફ સાથે વેકેશન માટે લંડન પહોંચી છે.કરીનાએ પોતાની લંડન ટ્રિપની ઘણી તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં પરિવાર મન ભરીને મસ્તી કરતો જોવા મળ્યો છે.

મીડિયાકર્મીઓ તૈમુરને જોતા જ તેની તસવીરો ક્લિક કરવા લાગે છે અને આ સમયે તૈમુર અવનવા રિએક્શન આપતો જોવા મળે છે. એવામાં કરીનાએ શેર કરેલી લંડન ટ્રીપમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. સામે આવેલી તસ્વીરોમાં તૈમુર સૈફનાં ખોળામાં બેઠેલો છે અને સાથે અન્ય બે વ્યક્તિઓ પણ દેખાઈ રહ્યા છે. જ્યા એક તરફ દરેક લોકો કેમેરા સામે સ્માઇલ આપી રહ્યા છે જ્યારે તૈમુરના ચેહરાનો હાવભાવ કંઈક અલગ જ દેખાયો હતો.

તૈમુરનો હાવભાવ જોઈને લાગી રહ્યું છે કે તે તસવીર ક્લિક કરવાના બિલકુલ પણ મૂડમાં નથી અને જાણે કે ગુસ્સાથી કેમેરા સામે જોઈ રહ્યો છે. જો કે તૈમુરનું આ ક્યૂટ રિએક્શન લોકોને ખુબ પસંદ આવ્યું હતુ. અન્ય એક અસ્વીરમા બેબો, તૈમુર અને સૈફ કોફી પિતા જોવા મળી રહ્યા છે અને કરીના એક ચાહક સાથે સેલ્ફી લેતી પણ જોવા મળી છે.આ સમયે કરીનાએ આઉટિંગ માટે કમ્ફર્ટેબલ આઉટફિટ પહેર્યા હતા.

કરીના-સૈફ માટે ફરવા માટે લંડન બેસ્ટ જગ્યા માને છે એવામાં તેઓ અવાર નવાર નવરાશના સમયમાં લંડન ટ્રીપ માટે નીકળી પડે છે.અન્ય એક વીડિયોમાં પરિવાર મ્યુઝિકલ કૉન્સર્ટની મજા લેતા દેખાઈ રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે નાનો તૈમુર પિતાના સોલ્ડર પર બઠેલો છે અને સાથે કરીના પણ મ્યુઝિકલ કોન્સર્ટમાં વાગી રહેલા ગીતોની મજા લઇ રહી છે. કરીનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.

જણાવી દઈએ કે કરીનાએ ઓટિટિ ડેબ્યુ પ્રોજેક્ટ માટે એક શૂટિંગ શેડ્યુલ પૂર્ણ કરી લીધું છે અને નાનો એવો બ્રેક લીધો છે. આ પ્રોજેક્ટ ધ ડીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત છે.આ સિવાય કરીના અને આમિર ખાનની ફિલ્મ લાલા સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ રહી છે. અને સૈફ અલી ખાન રિતિક રોશન સાથે ફિલ્મ વિક્રમ વેધાના રીમેકમાં જોવા મળશે.

Krishna Patel