મામાના લગ્નમાં સજી ધજીને આવ્યો તૈમુર અને જહાંગીર, લોકો બોલી ઉઠ્યા કરીના જી કાચ ખોલો પ્લીઝ

બોલીવુડના ટોપ સેલિબ્રિટી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લગ્નની રસમ ચાલુ થઈ ગઈ છે. બુધવારે સવારથી જ આરકે હાઉસમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો હતો. સવારે મહેંદી વિધિ અને સાંજે સંગીત સમારોહ યોજાયો હતો.

આલિયા-રણબીરની મહેંદીમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂરે પણ હાજરી આપી હતી. સમગ્ર સમારોહમાં કપૂર બહેનોએ ચાર ચાંદ લગાવી દીધા હતા. કરિનાની બહેન કરિશ્મા કપૂરે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મહેંદી સેરેમની માટે પીળા રંગનો આઉટફિટ પસંદ કર્યો હતો. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ લગ્નના તાંતણે બંધાઈ ગયા છે.. આ લગ્નમાં પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સામેલ રહ્યાં હતાં. રણબીર કપૂર-આલિયાના લગ્ન ઘણાં જ સાદગીથી થયા હતા. આખરે એ ઘડી આવી ગઈ જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મુંબઈમાં બંનેના લગ્નની વિધિઓ ચાલી રહી છે. નીતૂ કપૂરે રણબીરના માથા પર સાફો બંધાયા બાદ તેની નજર પણ ઉતારી હતી,

એટલે કે તેણે તેને ટીકો લગાવ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રણબીર આલિયા એક થવા જઇ રહ્યા છે. સેલિબ્રિટી હોય કે ચાહકો, રણબીર આલિયાના લગ્નને લઈને દરેકમાં ભારે ઉત્સાહ છે. આ શાહી લગ્નના સાક્ષી બનવા માટે પરિવારના સભ્યો અને મહેમાનો એક પછી એક વાસ્તુ એટલે કે વેડિંગ વેન્યુ પર પહોંચવા લાગ્યા છે.

આ લગ્નની શાન વધારવા માટે આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે પહોંચ્યા છે. આકાશ અંબાણીએ પોતાની આંતરરાષ્ટ્રીય યાત્રાઓ કેન્સલ કરીને મિત્ર રણબીર કપૂરના લગ્નમાં હાજરી આપી હતી. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરના લગ્નની તારીખે આકાશને ઈન્ટરનેશનલ ટ્રિપ પર જવાનું હતું. પરંતુ આકાશે રણબીર કપૂરના લગ્નમાં હાજરી આપવા માટે આ પ્લાન કેન્સલ કર્યો હતો. કડક સુરક્ષા વચ્ચે આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા અંબાણી સ્ટાઈલમાં આવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

રણબીર અને આલિયાના લગ્નમાં હાજરી આપવા આકાશ અને શ્લોકા અંબાણી પહોંચ્યા છે. બંનેની થોડી ઝલક જોવા મળી છે જેમાં તેઓ લાઈટ પિંક કલરના આઇટફિટમાં જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા, પેપરાજીએ દુલ્હાની સ્ટાઇલિશ માતા, નીતુ કપૂર અને તેની પુત્રી, રિદ્ધિમા કપૂર સાહનીને સ્પોટ કર્યા હતા. નીતુએ ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાનો મલ્ટીકલર લહેંગો પહેર્યો છે. ત્યાં, રિદ્ધિમા ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ ઉપરાંત કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. કરીના ગોલ્ડન એમ્બ્રોઇડરી સાથે લાઇટ પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રણબીર અને આલિયાના ભવ્ય લગ્નમાં હાજરી આપવા માટે સતત મહેમાનોના આવવાની પ્રક્રિયા ચાલી રહી છે. એવા અહેવાલો છે કે રણબીર કપૂરના લગ્નની તારીખ નક્કી થતાં જ અભિનેતાએ આકાશ અને શ્લોકાને અંગત રીતે લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

YC