સુરતના આ ભાઈએ 192 કિલોનો ‘તૈમુર’ બકરો ખરીદ્યો, કિંમત જાણીને આંખે અંધારા આવી જશે

ગુજરાત સહિત અનેક જગ્યાએ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઇદની તૈયારી કરવામાં આવી રહી છે, ત્યારે તેમના દ્વારા ઘણા ઊંચા ભાવે અલગ અલગ જાતિના બકરા ખરીદવામાં આવી રહ્યા છે અને આ બધા વચ્ચે એક ખબર આવી રહી છે. સુરતના પ્રખ્યાત બિલડરે એક તૈમુર નામનો બકરો 11 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.આ બકરાનું વજન 192 કિલો છે અને 46 ઇંચનો આ બકરો છે. આ બકરાની બલી ઇદ પર ચઢાવવામાં આવશે.

સુરતના પ્રખ્યાત બિલ્ડર ઝબલભાઇએ દણાવ્યુ કે આ બકરાની ઉંમર 2.5 વર્ષની છે અને આ બકરાનું પાલનપોષણ 8 મહિનાથી એક પશુપાલક કરતો હતો અને બકરાને જોયા બાદ તેમને કોઇ પણ કિંમતે આ બકરાને લેવાની ઇચ્છા થઇ. એટલા જ માટે તેમણે બકરાની ખરીદી 11 લાખમાં કરી.

બકરાનો ખોરાક કાજુ-બદામ, આયુર્વેદિક ઓષધિઓ, ચારો અને મુરબ્બો છે. તેને બે ટાઇમ ભોજન અને 4 લીટર દૂધ પીવડાવવામાં આવે છે. આ બકરાની એક કલાક માલિશ કરવામા આવે છે. આ જે બકરો છે તે પંજાબી નકસલનો છે અને તેની પાસે બીજા અનેક નકસલના બકરા છે. જેમ કે કાઠિયાવાડી, કશ્મીર, સીરોઇ, પેનતેમ વગેરે.

 

Shah Jina