“તારે જમીન પર” ફેમ દર્શિલ સફારી 14 વર્ષ બાદ હવે લાગે છે આવો, જુઓ તસવીર

14 વર્ષ પછીની તસવીરો જોઈને છોકરીઓ ગાંડી થશે એટલો હેન્ડસમ છે…જુઓ

બોલિવુડમાં ઘણા એવા ચાઇલ્ડ આર્ટિસ્ટ છે જે તેમની પહેલી ફિલ્મથી જ છવાઇ ગયા. તેમાંથી જ એક છે. દર્શીલ સફારી… આમિર ખાનની ફિલ્મ “તારે જમીન પર”ના ઇશાન અવસ્થી એટલે કે અભિનેતા દર્શીલ સફારી.

9 માર્ચ 1997માં જન્મેલા દર્શીલ સફારીએ ફિલ્મ “તારે જમીન પર”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. દર્શીલ સફારીને લોકો આજે પણ “તારે જમીન પર” ફિલ્મના ઇશાન અવસ્થીના રૂપમાં ઓળખે છે. વર્ષ 2007માં આવેલી આ ફિલ્મને 14 વર્ષ થઇ ચૂક્યા છે. આ વર્ષમાં ઇશાન એટલે કે દર્શીલમાં ઘણો બદલાવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary)

“તારે જમીન પર” ફિલ્મમાં દર્શીલે ઇશાનનું પાત્ર નિભાવ્યુ હતુ. જે ડિસલેક્સિયા નામની બીમારીથી લડી રહ્યો હતો. નાની ઉંમરમાં નેશનલ એવોર્ડ જીતનાર આ બાળક હવે મોટો થઇ ગયો છે.

દર્શીલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેની તસવીર પણ શેર કરતો રહેતો હોય છે. તમન જણાવી દઇએ કે, દર્શીલનો જન્મ મુંબઇમાં થયો હતો અને તેણે તેનો અભ્યાસ મુંબઇથી જ કર્યો છે.

દર્શીલ સફારીએ ફિલ્મ “બમ બમ બોલે” “જોકોમોન” અને “મિડનાઇટ ચિલ્ડ્રન”માં પણ કામ કર્યુ છે. દર્શીલે તેના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધુ હતું. તે ટીવીના ડાંસ રિયાલિટી શો “ઝલક દિખલા જા”માં પણ જોવા મળ્યો છે.

દર્શીલ સફારી ટીવી શો “આશિકી- સુન યાર ટ્રાઇ માર”માં પણ જોવા મળી ચૂક્યો છે. ફિલ્મો અને ટીવી શો ઉપરાંત તે જાહેરાતમાં પણ કામ કરી ચૂક્યો છે.

દર્શીલ હવે મોટો થઇ ચૂક્યો છે અને તેના લુકમાં પણ ઘણો બદલાવ આવી ચૂક્યો છે. દર્શીલ બોલિવુડ ફિલ્મો અને વેબ સીરીઝ સાથે સાથે થિયેટરમાં પણ કામ કરી રહ્યા છે. જોકે, તે હવે એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary)

દર્શીલ અભ્યાસ સાથે સાથે તેના અભિનય પર પણ ધ્યાન આપી રહ્યો છે. આ દિવસોમાં તે તેની નવી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ એક સાચી ધટના પર આધારિત છે.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary)

ફિલ્મની કહાની વિશે હજી વધારે કંઇ જાણવા મળ્યુ નથી પરંતુ આ ફિલ્મ આજના ટેક્નોલોજી ડ્રિવન રિલેશનશિપ પર આધારિત હશે.

 

View this post on Instagram

 

A post shared by Darsheel Safary (@dsafary)

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, દર્શિલ સફારી અને રિની સેનની આ ફિલ્મનું નામ “ડ્રામાયમ” છે. આ ફિલ્મમાં સુચિત્રા પિલ્લે પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખુરાના કરી રહ્યા છે.

 

Shah Jina