આ કૂલર બનાવવાળી કંપનીએ શેર માર્કેટમાં મચાવી ધમાલ, 1 લાખના કરી દીધા 30 કરોડ રૂપિયા

28 પૈસાથી થઈ ગયો 850 રૂપિયા , 1 લાખના થઈ ગયા અધધ કરોડ! 300000% ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપનીએ ચમત્કાર કરી નાખ્યો

Multibagger Stock Symphony : કુલર બનાવવાળી કંપની સિમ્ફની (Symphony) લિમિટેડના શેરે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. સિમ્ફની શેરે 300000% થી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો શેર 28 પૈસાથી વધીને રૂ. 800ને પાર કરી ગયો છે. સિમ્ફનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1219 છે.

ત્યાં કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 820 છે. સિમ્ફની લિમિટેડના શેર 6 જૂન 2003ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 28 પૈસાના ભાવે હતા. 26 મે 2023ના રોજ BSE પર કંપનીના શેર રૂ.847.25 પર બંધ થયા હતા. સિમ્ફની શેરોએ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 302000% વળતર આપ્યું છે.

જો કોઈ વ્યક્તિએ 6 જૂન, 2003ના રોજ સિમ્ફનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોત તો આ નાણાંની કિંમત હાલમાં રૂ. 30.25 કરોડ થઈ હોત. સિમ્ફની લિમિટેડના શેરે છેલ્લા 15 વર્ષમાં રોકાણકારોને 22197% વળતર આપ્યું છે. 11 જુલાઈ, 2008ના રોજ સિમ્ફનીના શેર રૂ. 3.80 પર હતા.

મલ્ટીબેગર કંપનીનો શેર BSE ખાતે 26 મે, 2023 ના રોજ રૂ.847.25 પર બંધ થયો હતો. જો કોઈ વ્યક્તિએ 11 જુલાઈ, 2008ના રોજ સિમ્ફનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ નાણાંની કિંમત હાલમાં રૂ. 2.23 કરોડ થઈ હોત. જો કે, 10 જૂનના રોજ આ શેરની કિંમત 883 રૂપિયા છે.

Shah Jina