દુઃખદ સમાચાર:અમૂલ ગર્લને ઘર-ઘરમાં ફેમસ કરવાવાળા સિલ્વેસ્ટર દાકુન્હાનું નિધન
Sylvester daCunha : જો તમે પણ અમૂલની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો તમે તેના પર એક છોકરીનો ફોટો જરૂર જોયો હશે. આ અમૂલ ગર્લને દુનિયા સમક્ષ રજૂ કરનાર એડ ગુરુ સિલ્વેસ્ટર દાકુન્હાનું મંગળવારે રાત્રે મુંબઈમાં નિધન થયું છે. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના એમડી જયેન મહેતાએ ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી શેર કરી હતી.
વર્ષ 1966માં સિલ્વેસ્ટર દાકુન્હાએ અમૂલ ગર્લ એડવર્ટાઈઝમેન્ટનો વિચાર રજૂ કર્યો હતો. આ પછી, સફેદ અને લાલ ટપકાંવાળા ફ્રોકમાં જોવા મળેલી અટરલી-બટરલી ગર્લે એવું અદ્ભુત કામ કર્યું કે અમૂલ બ્રાન્ડને દેશ અને દુનિયામાં નવી ઓળખ મળી. આટલું જ નહીં, અમૂલ ગર્લ વિશ્વની સૌથી લાંબી ચાલતી જાહેરાતોમાંની એક છે. અમૂલ ગર્લ અભિયાન આટલું સફળ થવાનું એક મુખ્ય કારણ તેની સાથે આપવામાં આવેલ વન લાઇનર હતું.
તે ‘અટરલી બટરલી અમૂલ’ હતી જે અમૂલ ગર્લ જેવી આધુનિકતાને પ્રતિબિંબિત કરતી હતી. દરેક જાહેરાત સાથે આ આકર્ષક વન લાઇનર અને યાદ રાખવામાં સરળ અમૂલ ગર્લએ જાહેરાત ઝુંબેશને અલગ બનાવી. આ જાહેરાત ઝુંબેશ એટલી સફળ રહી છે કે તે બ્રાન્ડની ઓળખ બની ગઈ છે. જીસીએમએમએફના એમડી જયેન મહેતાએ ટ્વીટ કરીને માહિતી આપી કે મુંબઈમાં દાકુન્હા કોમ્યુનિકેશન્સના પ્રમુખ સિલ્વેસ્ટરના નિધનથી ખૂબ જ દુઃખી છે.
ભારતીય જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ સિલ્વેસ્ટર ડાકુન્હા 1960ના દાયકાથી અમૂલ સાથે સંકળાયેલા હતા અને તેમણે 1966માં GCMMFની માલિકીની બ્રાન્ડ અમૂલ માટે ‘Utterly-Butterly’ ઝુંબેશની કલ્પના કરી હતી, જેણે ‘અમુલ ગર્લ’ને આજની જેમ વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. સિલ્વેસ્ટર દાકુન્હાના નિધન બાદ તેમના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. સિલ્વેસ્ટરે તેમના ભાઈ સાથે મળીને અમૂલ ગર્લ ઝુંબેશની શરૂઆતના લગભગ ત્રણ વર્ષ પછી 1969માં દાકુન્હા કોમ્યુનિકેશન્સની સ્થાપના કરી. આ અભિયાનને 2016માં 50 વર્ષ પૂર્ણ થયા હતા. હવે આ એજન્સી તેમના પુત્ર ચલાવે છે.
Sylvester daCunha, man behind Amul’s ‘Utterly Butterly’ girl, passes away
Read @ANI Story | https://t.co/AUt7agV0A5#SylvesterdaCunha #Amul #UtterlyButterly pic.twitter.com/gfgkNmcnOk
— ANI Digital (@ani_digital) June 22, 2023