આંખો ઉપર પાટા બાંધી અને આ મહિલાએ કરી એવી તલવાર બાજી કે જોનારના મોઢા પણ ખુલ્લા રહી ગયા, જુઓ વીડિયો

ગુજરાતની અંદર નવરાત્રીનો ઉત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવાયો, ભલે આ વર્ષે પાર્ટી પ્લોટ અને મોટા હોલમાં ગરબાના આયોજનોને મંજૂરી નહોતી મળી તે છતાં પણ શેરી ગરબાની અંદર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. ત્યારે હાલમાં જ ગુજરાતના રાજકોટમાં પાંચ દિવસીય “તલવાર રાસ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તલવાર રાસ્ના કાર્યક્રમ દરમિયાન રાજપૂત મહિલાઓએ પોતાની તલવાર બાજીના કૌશલનું પ્રદર્શન પણ કર્યું હતું, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા પોતાની આંખો ઉપર પાટા બાંધી અને કેટલીક મહિલાઓની પીઠ ઉપર ચઢી તલવાર બાજી કરતી નજર આવે છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે પાંચ મહિલાઓએ મળીને એક પિરામિડ બનાવી રાખ્યું છે. તેના ઉપર ચઢીને એક મહિલા સ્પીડથી તલવાર વીંઝતી હોવા મળી રહી છે અને તેની આંખો ઉપર પટ્ટી પણ બાંધેલી દેખાઈ રહી છે. આ મહિલાની તલવાર બાજી જોઈને વીડિયો જોનારા પણ હેરાન રહી ગયા છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2000માં પણ જામનગરમાં રાજપૂત મહિલાઓએ પોતાના તલવાર રસથી તલવાર બાજી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો.

Niraj Patel