આ ભાઈએ મોબાઈલના ખાલી બોક્સ સાથે કર્યો ગજબનો જુગાડ, બનાવી દીધું એવું સ્વીચ બોર્ડ કે તમે પણ ખાલી બોક્સ શોધી શોધીને ઉપયોગમાં લેશો

સોશિયલ મીડિયામાં દેશી જુગાડના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવા એવા જુગાડ જોવા મળતા હોય છે જેને જોઈને આપણી પણ અક્કલ કામ કરતી બંધ થઇ જાય. ઘણીવાર લોકો નકામી લગતી વસ્તુઓમાંથી પણ એવી એવી વસ્તુઓ બનાવી દેતા હોય છે કે તેને જોઈને આપણે પણ હક્ક બક્કા રહી જઈએ.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ મોબાઈલના ખાલી બોક્સમાંથી ગજબનો દેશી જુગાડ વાપરી અને સ્વીચ બોર્ડ બનાવી દે છે. લોકોને વ્યક્તિનો આ જુગાડ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને આ જોઈને ઘણા લોકો બોર્ડ બનાવવા માટેનું પણ કહી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા પછી તમને ખ્યાલ આવશે કે તમે પણ તમારા ઘરમાં પડેલા મોબાઈલ બોક્સનો યોગ્ય ઉપયોગ કરી શકશો. દેશી જુગાડની મદદથી તમે તેનો ઉપયોગ માત્ર સ્વીચ બોર્ડ તરીકે જ કરી શકતા નથી, પરંતુ તેનો ઉપયોગ એક્સ્ટેંશન તરીકે પણ કરી શકો છો.

મોબાઈલના બોક્સની અંદર જગ્યા હોય છે, જેમાં સ્વીચો અને વાયરને સરળતાથી એસેમ્બલ કરી શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિએ Vivo y71 મોબાઈલના બોક્સમાંથી સ્વીચ બોર્ડ તૈયાર કર્યું છે. દેખાવમાં પણ આ સ્વીચ બોર્ડ ખૂબ જ ફંકી લુક આપી રહ્યું છે. આ દેશી જુગાડ જોઈને લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘ઓહ માય ગોડ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘મોબાઈલ બોક્સનો યોગ્ય ઉપયોગ’. આ વીડિયોને યુટ્યુબ પર આઈબી ટેકનિકલ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘મોબાઇલ બોક્સનું એક્સ્ટેંશન બોર્ડ કેવી રીતે બનાવવું’. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel