ધોધમાર વરસાદમાં બાઈક લઈને કોઈના પેટની ભૂખ સંતોષવા જઈ રહેલા આ ડિલિવરી બોયને જોઈને તમારી આંખોમાંથી પણ આંસુઓ આવી જશે, જુઓ વીડિયો

આજે ટેક્નોલોજીના કારણે સુવિધા એટલી બધી વધી ગઈ છે, ઘરે બેઠા બેઠા પણ હોટલનું ગરમ ગરમ જમવાનું જમી શકો છો. ઘણી બધી ઓનલાઇન ડિલિવરી કંપનીઓ એમના ડિલિવરી બોય દ્વારા ગ્રાહકોને જેમ બને તેમ જલ્દી જમવાનું મોકલવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ દરમિયાન ડિલિવરી બોયને જે મહેનત કરવી પડતી હોય છે તેની કલ્પના પણ આપણે નથી કરી શકતા.

ગમે તેવી કાળઝાળ ઠંડી હોય, કે ધોમધખતો તડકો કે પછી ધોધમાર વરસાદ જ કેમ ના હોય, ડિલિવરી બોય તેના નિર્ધારિત સમયમાં તમારા સુધી જમવાનું પહોંચાડે છે. સોશિયલ મીડિયામાં પણ ડિલિવરી બોયના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે અને લોકોને ભાવુક પણ કરી રહ્યો છે.

આ વીડિયોમાં તમામ વાહનો ટ્રાફિક સિગ્નલ પર રોકાતા જોઈ શકાય છે. વીડિયોના ફોકસમાં સ્વિગીનો એક ડિલિવરી બોય છે. તે રેઈનકોટ પહેર્યા વગર બાઇક પર બેઠો છે અને વરસાદમાં ભીંજાઈ રહ્યો છે. તે ખુબ જ થાકેલો પણ દેખાઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં રિએક્ટ કરવાથી પોતાને રોકી શક્યા નથી. એક યુઝરે કહ્યું કે તેનું જીવન કેટલું મુશ્કેલ છે, તો એક યુઝરે કહ્યું કે રોટલી કમાવવી ખરેખર ખૂબ જ મુશ્કેલ કામ છે. કેટલાક યુઝર્સે આવા ડિલિવરી બોયને સલામ કરી તો કેટલાકે તેને રેઈનકોટ ગિફ્ટ કરવાની વાત કરી.

 

View this post on Instagram

 

A post shared by Dinesh Komma (@frinds.dinesh)

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, એક મિલિયનથી વધુ લોકોએ  તેને લાઈક કર્યો છે. ઘણા યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

Niraj Patel