સ્વિગીના ડિલિવરી બૉયે બચાવ્યો કર્નલનો જીવ, સોશિયલ મીડિયામાં તેની કહાની થઇ વાયરલ, સાંભળીને લોકો પણ થયા ઈમ્પ્રેસ, જુઓ

આજના ભાગદોડ ભરેલા સમયન અંદર કોઈ કોઈને મદદ કરવા માટે પણ તૈયાર નથી થતું, ઘણા લોકો એવા હોય છે, જે રસ્તા ઉપર તડપી રહેલા માણસ સામે પણ નથી જોતા અને તેમને મરવા માટે છોડી દેતા હોય છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાના જીવ ઉપર રમીને કોઈની મદદ કરતા હોય છે. હાલ એવા જ એક સવિગઈ ડીલેવરી બોયની કહાની સોશિયલ મીડિયામાં ખુબ  જ વાયરલ થઇ રહી છે.

સવિગઈ કંપની દ્વારા તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર આ ડિલિવરી બોયની કહાની શેર કરવામાં આવી છે. જેની લોકો પણ ખુબ જ પ્રસંશા કરી રહ્યં છે. આ ડિલિવરી બોય મૃણાલ કુરદત દ્વારા મનમોહન મલિક નામના વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડીને તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો. હવે હોસ્પિટલથી ડિસર્ચ થયા બાદ મનમોહન મલિકે ડિલિવરી બોયની પ્રસંશા કરી છે.

આ સમગ્ર મામલો એવો છે કે ગયા વર્ષે 25 ડિસેમ્બરના રોજ રિટાયર્ડ કર્નલ મનમોહન મલિકની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેનો પુત્ર તેને સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જતો હતો. રસ્તામાં ભારે ટ્રાફિક જામ હતો. આવી સ્થિતિમાં તે કારમાં ફસાઈ ગયા, પિતા-પુત્ર માટે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. આ પછ મનમોહનના પુત્રએ કેટલાક ટુ-વ્હીલર ચાલકોને આગળથી કેટલાક વાહનો હટાવવા માટે મદદ કરવા વિનંતી કરી જેથી તે જલ્દી હોસ્પિટલ પહોંચી શકે. પણ કોઈ રોકાયું નહીં. કોઈએ મદદ કરી નહીં.

ત્યારબાદ મૃણાલ ત્યાં સ્થળ પર પહોંચી અને તેમને વહેલી તકે હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યો. મૃણાલે ટ્રાફિકમાં અટવાયેલા અન્ય લોકોને પણ તેમના માટે રસ્તો આપવા વિનંતી કરી. આ દરમિયાન મૃણાલે કેટલાક લોકો પર બૂમો પાડી હતી જેઓ તેમની કાર હટાવી રહ્યા ન હતા. પરંતુ, તેણે નિવૃત્ત કર્નલની કાર માટે રસ્તો ખુલ્લો કર્યો અનેઆ રીતે તે હોસ્પિટલ પહોંચી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Swiggy (@swiggyindia)

ઘણા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ હવે રિટાયર્ડ કર્નલ મનમોહન મલિકની તબિયત સારી છે. તેમણે મૃણાલ સહિત અન્ય ઘણા ‘અનસંગ ડિલિવરી હીરો’ની પણ પ્રશંસા કરી છે. સ્વિગીએ આ વાયરલ સ્ટોરીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ સ્ટોરી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સાથે જ લોકો મૃણાલના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

Niraj Patel