ખબર

સ્વીટી પટેલનો મૃતદેહ જ્યાં સળગાવ્યો ત્યાંથી પોલીસને મળી સ્વીટીની એવી એવી વસ્તુઓ કે જાણીને હેરાન રહી જશો

છેલ્લા ઘણા સમયથી રહસ્યમય રીતે ઘૂંટાઈ રહેલો સ્વીટી પટેલ કેસ આખરે ઉકેલાઈ જ ગયો. કોઈ વેબ સિરીઝ કે ફિલ્મની જેમ એક પછી એક રહસ્યોના પર્દાફાશ થતો આ કેસમાં શંકાની સોયા આખરે સ્વીટી પટેલના પતિ પીઆઇ અજય દેસાઈ ઉપર જ આવીને અટકી અને અજય દેસાઈ જ સ્વીટી પટેલનો હત્યારો નીકળ્યો. ત્યારે હવે પોલીસને જ્યાં સ્વીટી પટેલના મૃતદેહને જ્યાં સળગાવવામાં આવ્યો હતો ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી છે.

પીઆઇ આજ્ય દેસાઈએ જે જગ્યાએ સ્વીટીની લાશને હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે બાળી હતી તે જગ્યાએ ક્રાઈમ બ્રાંચે ત્રીજી વખત તપાસ કરી ખોદકામ કર્યું. લગભગ 12 કલાક સુધી ખોદકામ કરીને માટી ચાળી હતી. જેમાં સ્વીટીના હાથની આંગળીઓના હાડકા,મણકા ભાગ સહીત 43 અસ્થીઓ અને પાંચ દાંત મળી આવ્યા હતા. ઉપરાંત સ્વીટીનું બળેલું મંગળસૂત્ર અને હાથની વીંટી મળી આવી હતી.

તો બીજી તરફ સ્વીટીની લાશના નિકાલ બાદ એફએસએલ દ્વારા કરવામાં આવેલો પોલિગ્રાફ ટેસ્ટ અને SDS પણ પોઝિટિવ આવ્યો છે. હાલ આ અનેક કડીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સ્વીટી લાશ અને તેની હત્યાના સંયોગિક પુરાવા મળ્યા છે. પોલીસને પહેલેથી જ અજય દેસાઈ પર શંકા હતી ત્યારે તેનો પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટ પણ હવે આવી જતાં અજય દેસાઈ સામે વધુ પુરાવા મજબૂત થઈ રહ્યા છે.